ઘોધા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી શરૂ થશે કે નહીં, જાણી લો

PC: ndtvimg.com

વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઘોધાથી દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રો-રો ફેરીનું સંચાલન કરતી કંપની આ ફેરીનું સંચાલન કરવામાં અસમર્થતા દર્શાવતા ગુજરાત સરકારની પાસે મદદ માગી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટને કેન્દ્ર સરકારને સોંપવાના પ્રયાસો શરૂ કર્યા હતા ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા રો-રો ફેરી સર્વિસ માટે એમ્પાવર્ડ ગ્રુપની ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર 13 ફેબ્રુઆરી ગુરુવારના રોજ શિપિંગમંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના ઉચ્ચાર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. શિપિંગમંત્રીએ બેઠકમાં રો-રો ફેરી બાબતે ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ઘોધાથી દહેજ વચ્ચે રો-રો ફેરી શરૂ કરવા માટે એક એમ્પાવર્ડ ગ્રુપનું ગઠન કરવામાં આવશે અને તેમાં કોચીન શિપયાર્ડની સાથે-સાથે ડ્રેજીંગ એક્સપર્ટની ટીમ પણ સામેલ હશે.

ઉલ્લેખનીય છે કે, દહેજ અને ઘોઘા વચ્ચે રોડનું અંતર 360 કિલોમીટર થયું હતું. જે રો-રો ફેરી સર્વિસના કારણે માત્રને માત્ર 31 કિલોમીટરનું થઇ ગયું હતું. પણ જ્યારથી આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી કેટલીક ખામીઓ સર્જાય છે. વર્ષ 2018-19માં ગુજરાત સરકારે રો-રો ફેરીમાંથી એક કરોડ રૂપિયાની આવક કરી હતી અને તેની સામે 90 કરોડ કરતા વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે. દહેજના દરિયામાં પાણીની ઊંડાઈ ઓછી હોવાથી દરિયાની રેતી વારંવાર જહાજના અન્જિનની અંદર ઘૂસી જતી હતી. તેથી ફેરી સેવા ઘણી વાર બંધ કરવામાં આવતી હતી. આ ઉપરાંત એક વાર તો રો-પેક્ષ ફેરીનું જહાજ દરિયામાં અધવચ્ચે એકાએક બંધ પડી જવાના કારણે તેને બોટથી ટગ કરીને કિનારા સુધી લાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp