કચ્છઃ પ્રાચીન બોક્સમાંથી મળ્યો સદીઓ જૂનો 'ખજાનો'..તાળું તોડતા અધિકારીઓ ચોંક્યા
ગુજરાતના કચ્છમાં રજવાડાઓના સમયનો 'ખજાનો' મળી આવ્યો છે. હકીકતમાં, જ્યારે હોમગાર્ડ ઓફિસમાં રાખવામાં આવેલા એક ટેબલનું તાળું તોડવામાં આવ્યું હતું, ત્યારે તેમાંથી એક જૂનું પુરાણું બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સમાં ચાંદીની કેટલીક વસ્તુઓ હતી, જે ઘણી જૂની હતી. આ બોક્સને સરકારી કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યું છે.
ગુજરાતના ભુજમાં હોમગાર્ડ ઓફિસમાંથી વર્ષો જુનો ખુબ જ અમૂલ્ય એવો ખજાનો મળી આવ્યો છે. અહીં ખુબ જ જુના થઇ ગયેલા એક બોક્સમાંથી ઘણી જૂની વસ્તુઓ મળી આવી છે. હકીકતમાં, આ બોક્સ એક ટેબલમાં લાગેલું તાળું તોડ્યા પછી મળી આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બોક્સ 2001માં આવેલા ભૂકંપ દરમિયાન મળી આવ્યું હતું. હાલ આ બોક્સ સરકારી કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યું છે. બોક્સમાં જે વસ્તુઓ હતી તે રાજા રજવાડાઓના સમયની છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભુજના મહાદેવ ગેટ ખાતે વર્ષો પહેલા તહસીલદાર કચેરી હતી. હવે ત્યાં જિલ્લા અને હોમગાર્ડ યુનિટની ઓફિસ ચાલી રહી છે. આ જગ્યાએથી સદીઓ જૂનો ખજાનો મળી આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા હતા. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટે જણાવ્યું હતું કે, કમાન્ડન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા ટેબલમાંથી જૂની ચાંદીની વસ્તુઓ મળી આવી છે.
તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા આ મોટા ટેબલ જેવા બોક્સની નીચેનું તાળું તોડવામાં આવ્યું હતું. તાળું તોડતાં અંદર વર્ષો જૂનો ખજાનો હોવાનું જણાયું હતું. આ અંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવને જાણ કરી હતી. મામલાની માહિતી મળતા જ તહસીલદારને તપાસ કરવા માટે જણાવાયું હતું.
જ્યારે તહસીલદાર ઘટનાસ્થળે પહોંચ્યા, તો તેઓ પણ બોક્સમાંથી મળેલો કિંમતી સામાન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ બોક્સ 2001માં ભૂકંપ સમયે જાગીર શાખા દ્વારા જમા કરવામાં આવ્યું હતું. બોક્સની અંદર ચાંદીની જૂની વસ્તુઓ હતી. આ અમૂલ્ય વસ્તુઓ રાજાઓ અને મહારાજાઓના સમયની છે. હાલમાં ઉચ્ચ અધિકારીઓના આદેશથી આ બોક્સ જિલ્લા તિજોરીને સોંપી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp