ખેડામાં જાહેરમાં યુવાનોને પિટનારા 4 પોલીસ સામે કોર્ટમાં આરોપ નક્કી

PC: livelaw.in

ખેડા જિલ્લામાં ગયા વર્ષે નવરાત્રિના કાર્યક્રમમાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે 13 મુસ્લિમ આરોપીઓની ધરપકડ કરી હતી અને તે વખતે પોલીસે યુવાનોને થાંભાલા સામે ઉભા રાખીને પિટાઇ કરી હતી અને એક એક યુવાનોને 4-5 પોલીસોએ ફટકાર્યા હતા. હવે આ ઘટનાના એક વર્ષ પછી પોલીસકર્મીઓની મુશ્કેલી વધી છે. ગુજરાત હાઇકોર્ટે તેમની સામે આરોપો નક્કી કરી લીધા છે અને 11 ઓકટોબર સુધીમાં તેમની પાસે જવાબ માંગ્યો છે. 4 પોલીસ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે ગુજરાતના ખેડામાં ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓ સામે ચાર્જ ફ્રેમ કર્યો છે. કોર્ટે તેમની પાસે 11 ઓકટોબર સુધીમાં બચાવ માટે જવાબ માંગ્યો છે.

તમને યાદ હશે કે ગયા વર્ષૈ ગુજરાતના ખેડા જિલ્લામાં નવરાત્રિના તહેવારમાં પથ્થરમારાના આરોપીઓને પોલીસે થાંભલા પાસે ઉભા રાખીને જબરદસ્ત દંડાવાળી કરી હતી. આ ઘટનાના સોશિયલ મીડિયા પર ઘેરો પ્રત્યાઘાત પડ્યા હતા. હવે યુવાનોને માર મારાનારા પોલીસકર્મીઓની મુશ્કેલી વધી ગઇ છે. હાઇકોર્ટે જાહેરમાં યુવાનોને માર મારનારા 4 પોલીસકર્મી સામે આરોપો નક્કી કર્યા છે. તાલિબાની સ્ટાઇલમાં પિટાઇનો વીડિયો વાયરલ થયા પછી તત્કાલીન DGP આશિષ ભાટીયાએ તપાસના આદેશ આપ્યા હતા. એની સાથે આ કેસ હાઇકોર્ટમા પણ પહોંચ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં કડકાઈ દાખવતા ખેડા પોલીસના એ.વી.પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્મણસિંહ અને રાજુ રમેશભાઈ ડાભી સામે મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવા બદલ આરોપો નક્કી કર્યા છે. આ પોલીસકર્મીઓ પર પાંચ મુસ્લિમ યુવકોને થાંભલા સામે ઉભા રાખીને જાહેરમાં મારવાનો આરોપ હતો.

આ પહેલાની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટમાં ખેડા પોલીસે દલીલ કરી હતી કે શાંતિ સ્થાપિત કરવા માટે આવું કરવું જરૂરી હતું. આ કોઇ ગુનાહિત ઇરાદો રાખીને કરવામાં નહોતું આવ્યું. જો કે હાઇકોર્ટે ખેડા પોલીસની દલીલ માની નથી અને 4 પોલીસ સામે ચાર્જ ફ્રેમ કરી દીધો છે.

ગયા વર્ષે ઑક્ટોબર 2022 માં, નવરાત્રિ દરમિયાન, ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં કેટલાક ગ્રામજનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજના 13 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની ધરપકડ કરી ગામના જાહેર મેદાનમાં ઉભા કરી લાઠીથી ફટકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp