ગુજરાત હાઇકોર્ટની આ પ્રથાથી ચીફ જસ્ટિસ નારાજ, કહ્યું- ચિંતા ન કરો, હું કામ...

PC: starsunfolded.com

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે તેઓ જામીનના કેસોમાં 'નિયમ નિસિ' જારી કરવાની અને પછી તે કેસોની સુનાવણી 2-3 અઠવાડિયા માટે મુલતવી રાખવાની હાઈકોર્ટની પ્રથાને સમાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છે.

બાર એન્ડ બેન્ચના એક અહેવાલ મુજબ,જસ્ટિસ સુનીતા અગ્રવાલે બુધવારે જણાવ્યું હતું કે તેઓ ન્યાયાધીશોને 'નિયમ નિસિ' જારી કરવાની પ્રથાને સમાપ્ત કરવા અને બે કે તેથી વધુ અઠવાડિયા માટે જામીન અરજીઓ મુલતવી રાખવાની દિશામાં કામ કરી રહ્યા છે.

મુખ્ય ન્યાયાધીશે આ વાત ત્યારે કરી જ્યારે વરિષ્ઠ વકીલ અસીમ પંડ્યાએ બુધવારે એક કેસનો ઉલ્લેખ કર્યો હતો અને જામીન અરજીમાં નિયમ જારી કરતા ન્યાયાધીશોની પ્રથા પર પુનર્વિચાર કરવા અને પછી બે કે તેથી વધુ અઠવાડિયા પછી સુનાવણી માટે કેસને મુલતવી રાખવા માટે કહ્યું .વરિષ્ઠ વકીલ યતિન ઓઝાએ પણ કહ્યું કે હાઈકોર્ટના નિયમો અનુસાર જામીનના કેસની સુનાવણી 48 કલાકમાં થવી જોઈએ.

તેના પર ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે કહ્યું કે તેઓ આ મુદ્દાને લઈને પહેલાથી જ ચિંતિત છે અને રાજ્યના એડવોકેટ જનરલ (AG) કમલ ત્રિવેદી અને પબ્લિક પ્રોસિક્યુટર (PP) મિતેશ અમીન સાથે મીટિંગ નક્કી કરી છે. ચીફ જસ્ટિસ અગ્રવાલે વરિષ્ઠ વકીલને કહ્યું, તમે ચિંતા કરશો નહીં. હું પહેલેથી જ આ મુદ્દા પર કામ કરી રહી છું. મેં 3 ઓક્ટોબરે AG અને PP સાથે બેઠક નક્કી કરી છે અને તેમની સમક્ષ આ મુદ્દો હું ઉઠાવીશ. હું પોતે આ પ્રથાને ખતમ કરવા માંગુ છુ અને હું એ બાબતને ગંભીરતાથી લઇ રહી છું.

ચીફ જસ્ટિસે વધુમાં કહ્યુ હતું કે ગુજરાત હાઈકોર્ટના નિયમો સરકારી વકીલોને જામીનના કેસમાં દલીલ કરવા ફરજ પાડે છે.જો  કેસ અમદાવાદ શહેરનો હોય તો 24 કલાકની અંદર અને જો કેસ અન્ય જિલ્લાનો હોય તો 48 કલાકની અંદર દલીલ કરવાની હોય છે. એવું નથી કે પહેલા દિવસે જ કેસની સુનાવણી થાય છે. કેટલીકવાર તેઓ ફરિયાદીઓને તેમની દલીલો તૈયાર કરવા માટે વધુ સમય આપવા માટે મોકૂફ પણ રાખવામાં આવે છે. મેં PP સાથે વાત કરી હતી પરંતુ PP ઑફિસ તરફથી મને કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી અને તેથી હું હવે AG સાથે વાત કરીશ.

ગુજરાત હાઈકોર્ટની આ પ્રથા'ની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટીકા કરવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી પર 'નિયમો' જારી કર્યા હતા અને તેમની અરજીને છ અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. તત્કાલિન CJI UU લલિતે ગુજરાત હાઈકોર્ટને આકરા સવાલો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp