26th January selfie contest

રથયાત્રાની પરિસ્થિતિનો તાગ મેળવી સતર્કતાનું ઉદાહરણ આપતા મુખ્યમંત્રી

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાનું મુખ્યમંત્રી નિવાસસ્થાને CM ડેશ બોર્ડની કમાન્ડ કન્ટ્રોલ વોલ દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું. તેમણે રથયાત્રાના રૂટની અને રથયાત્રા ક્યાં પહોંચી. ભક્તજનોનો ઉત્સાહ તથા કાયદો વ્યવસ્થાની અને રથયાત્રાના પોલીસ બંદોબસ્તની સ્થિતિનું પણ નિરિક્ષણ કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યસચિવ ડૉ.જે.એન.સિંહ પણ તેમની સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉભા કરવામાં આવેલા CM ડેશ બોર્ડમાં કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે મુખ્યમંત્રી રાજ્યમાં જિલ્લા તાલુકા સ્તરની તલસ્પર્શી પરિસ્થિતિથી સતત અપડેટ થતા રહે છે. એટલું જ નહીં પ્રજા જીવનને સ્પર્શતી સરકારના વિભાગોની સેવાઓ અને વિવિધ યોજનાઓના અમલીકરણની સ્થિતિનો પણ તાગ મેળવી સંબધિત વિભાગો અધિકારીઓને સૂચનો અને માર્ગદર્શન આપતા રહે છે.

રથયાત્રા અમદાવાદના જે વિસ્તારોમાંથી પસાર થવાની છે તે સહિતના વિસ્તારોના મુખ્યમંત્રી હાથ ધરેલા રિયલ ટાઇમ આધારિત મોનિટરિંગ દરમિયાન તેમણે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી તથા સતર્કતા સંબંધિત ઉપયોગી સૂચનો કર્યાં હતાં. અમદાવાદમાં વિભિન્ન સ્થળે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ કેમેરાના લાઇવ ફીડ્સ મુખ્યમંત્રી નિવાસસ્થાને રહેલા CM ડેશ બોર્ડ ઉપર જોઇને મુખ્યમંત્રીએ શહેરની પરિસ્થિતિનું હાઇ-ટેક નિરીક્ષણ-મૂલ્યાંકન કર્યું હતું. અત્રે એ નોંધનીય છે કે CM ડેશ બોર્ડની સર્વેલન્સ સિસ્ટમ દ્વારા રિયલ ટાઇમ મોનિટરીંગથી સમગ્ર રાજ્યમાં કયાં સ્થળે કઇ સ્થિતિ છે તે મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp