ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપર હવે મુકાશે સંપૂર્ણ પ્રતિબંધ, કાયદો વધુ કડક બનાવાશે

PC: dainikbhaskar.com

ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, તેમ છતા કેટલાક વેપારીઓ કમાવી લેવાન લહાયમાં ચોરી-છુપીથી વેચાણ કરે છે. ત્યારે સરકારે ચાઈનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતો કડક કાયદો બનાવવાની દિશામાં કવાયત આરંભી છે. એટલું જ નહીં ચોરી-છુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરીને તપાસ આરંભી છે.

ઉત્તરાણયના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી લોકો પતંગ અને દોરીની ખરીદીમાં લાગી ગયા છે. અમદાવાદમાં પોલીસે જીવલેણ મનાતી ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી અમદાવાદ પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદના નિકોલ, રાણીપ, મણિનગર અને સરદારનગરમાં ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં તપાસ આરંભીને 20થી વધુ કેસ કરીને 15થી વધારે વેપારીઓની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે શહેરના અન્ય વેપારીઓની દુકાનોમાં તપાસ શરૂ કરી છે. જેથી ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરી પક્ષીઓ માટે જીવલેણ છે જ પરંતુ આ દોરીથી માણસોના પણ જીવ જોખમમાં મુકાય છે. જેથી ચાઈનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. તેમજ કડક કાયદો બનાવવામાં આવશે. જેથી આવતા વર્ષે જો ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઝડપાશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp