પંજાબી શાકમાંથી વાંદો નિકળ્યો,તમારે જ તમારી હેલ્થનું ધ્યાન રાખવું પડશે
ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે , જે લોકોમાં ચિંતા ઉભી કરનારા છે. ખાદ્ય પદાર્થોમાંથી જીવ જંતુ, નિકળવા, ઇયળ નિકળવી કે વાંદો નિકળવાના બનાવો રોજબરોજ સામે આવી રહ્યા છે.
અમદાવાદના નરોડા વિસ્તારની એક હોટલાંથી એક ગ્રાહકે પંજાબી શાક મંગાવ્યું હતું તો તેમાં વાંદો નિકળ્યો હતો. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે એવા સમયે પાણીજ્ન્ય રોગો વધારે થતા હોય છે. તમારે જાતે જ તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. હોટલવાળા, સરકાર કે, અધિકારીઓના પેટનું પાણી હાલવાનું નથી. તમારા આરોગ્યને નુકશાન થશે તો આ લોકોને કોઇ ફરક પડવાનો નથી.
તમે જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જાવો તો પહેલાં રસોડું ચેક કરીને પછી જમવા બેસશો. ગંદુ રસોડું દેખાય તો ત્યાંથી ચાલ્યા જજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp