ક્ષત્રિય સમાજના ભાજપ નેતાઓની હાલત કફોડી રૂપાલા વિવાદમાં મૌન

PC: news18.com

ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓની હાલત અત્યારે કફોડી થઇ ગઇ છે. પરષોત્તમ રૂપાલા વિવાદમાં આ નેતાઓએ મોંઢા પર તાળા મારી દીધા છે. એક તરફ કુવો છે તો બીજી તરફ ખાઇ છે. સમાજની સાથે રહેવા જાય તો ભાજપ નારાજ થાય અને ભાજપ સાથે રહેવા જાય તો સમાજ નારાજ થાય. ક્ષત્રિય સમાજમાં પણ જેઓ દિગ્ગજ નેતા તરીકે જાણીતા છે એ બધા ભાજપના નેતાઓ રૂપાલા વિવાદમાં મગનું નામ મરી પાડતા નથી.

ક્ષત્રિય સમાજના અને ભાજપના નેતાઓમાં રાજ્યના ઉદ્યોગ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપ સિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા. આવા તો અનેક નેતાઓ છે જેમની હાલત કફોડી થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp