હોસ્પિટલ યાદીમાં નથી કહી ક્લેઇમ ચૂકવવાની વીમા કંપનીએ ના પાડી પછી કોર્ટે...

PC: orderofindia.com

ગુજરાતના વડોદરામાંથી વીમા કંપનીની મનમાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઈન્સ્યોરન્સ કંપનીએ હોસ્પિટલ યાદીમાં ન હોવાનું કારણ આપીને ક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર કરી દીધો હતો. કન્ઝ્યુમર ફોરમમાં પહોંચેલા આ કેસમાં કોર્ટે પીડિતને રાહત આપી છે અને વીમા કંપનીને ઠપકો આપ્યો છે. 

વીમા કંપનીઓ ઘણીવાર શરતોના નામે મનસ્વી રીતે કામ કરે છે. આવો જ એક કિસ્સો ગુજરાતના વડોદરા શહેરમાં સામે આવ્યો છે. જેમાં ગ્રાહક ફોરમે પોતાના નિર્ણય દ્વારા પીડિત દર્દીને રાહત આપી છે. પીડિત, જે ગ્રાહક ફોરમમાં ગયો હતો, તેણે તેની પત્નીની એવી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, જે વીમા કંપનીની પેનલમાં ન હતી. આ પછી જ્યારે યુવકે વીમા કંપનીને ક્લેમનું બિલ મોકલ્યું, ત્યારે કંપનીએ એવું કહીને ના પાડી દીધી કે, સંબંધિત હોસ્પિટલ તેની પેનલમાં નથી. તેથી દાવો મેળવી શકાતો નથી. ફોરમે કહ્યું કે, વીમા કંપનીએ બે મહિનાની અંદર 9 ટકા વ્યાજ સાથે ગ્રાહકને રૂ.28,350 ચૂકવવા પડશે. આ સિવાય ફરિયાદીએ માનસિક યાતના માટે રૂ. 2,000 અને કાનૂની ખર્ચ તરીકે રૂ.1,000 ચૂકવવા પડશે.

વડોદરાના રહેવાસી દિગ્વિજય સિંહ જાદવે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીમાં પોતાનો અને પત્નીનો વીમો કરાવ્યો હતો. જાદવે ઓગસ્ટ 2022માં તેની પત્ની બીમાર પડતાં તેને વાઘોડિયા રોડ પરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર પાછળ રૂ.28,350નો ખર્ચ થયો હતો. આ પછી જાદવે સ્ટાર હેલ્થ પાસે આ રકમ માટે દાવો કર્યો હતો. વીમા કંપનીએ એમ કહીને દાવો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે, દર્દીએ એવી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જેનું નામ તેની યાદીમાં નથી. આ પછી જાદવે એપ્રિલ 2023માં વડોદરા ગ્રાહક ફરિયાદ નિવારણ આયોગમાં ફરિયાદ કરી હતી. વીમા કંપનીએ દલીલ કરી હતી કે, વીમા પૉલિસીમાં એક એવી શરત હતી જેના હેઠળ તેનો દાવો મંજૂર કરવામાં આવ્યો ન હતો.

ગ્રાહક ફોરમે કહ્યું કે, જો વીમા કંપનીએ બાકાત કરાયેલી હોસ્પિટલોની યાદી આપી હોય અને ગ્રાહકને તેની જાણ ન હોય તો તે ગમે ત્યાં સારવાર મેળવી શકે છે. વીમા કંપનીએ પોલિસીની શરતોમાં બાકાત હોસ્પિટલોની યાદી આપી હોવા છતાં, પરંતુ આ શર્ત અત્યંત ખોટી હોવાનું કહેવાય છે. એક ગ્રાહક ફોરમે જણાવ્યું હતું કે, દર્દીઓ મોટે ભાગે એ જ હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. જેના પર તેઓ વિશ્વાસ રાખે છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેને સારવારની જરૂર હોય, ત્યારે તેને વીમા કંપનીની સારી સૂચિબદ્ધ હોસ્પિટલમાં કે બ્લેકલિસ્ટેડ હોસ્પિટલમાં સારવાર મળશે કે, કેમ તે જોવામાં આવતું નથી. તેથી, વીમા કંપની દ્વારા દાવો નકારવા માટે આપવામાં આવેલ કારણ યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp