અમૂલ પાર્લર પર વેચાતા N-95 માસ્કમાં ગુજરાત સરકાર 15 રૂ. નફાખોરી કરે છેઃ કોંગ્રેસ

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોરોનાની સામે લડવા માટે સેનિટાઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સિવાય લોકો પાસે કોઈ ઉપાય રહ્યા નથી. આ ઉપરાંત સરકાર દ્વારા પણ ઘરની બહાર નીકળતા લોકોને ફરજિયાત માસ્ક પહેરીને નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા થ્રિ-લેયર અને N-95 માસ્કનું રાજ્યના અમૂલ પાર્લર પરથી વેચાણ કરવામાં આવે છે. અમૂલ પાર્લર પરથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા માસ્કના વેચાણમાં નફાખોરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ધમણ-1 વેન્ટિલેટરને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે સરકાર દ્વારા અમૂલ પાર્લર પરથી વેચાણ કરવામાં આવતા N-95 માસ્કમાં નફાખોરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર ગુજરાત સરકાર દ્વારા અમૂલ મારફતે વેચાણ કરવામાં આવતા N-95 માસ્કના વેચાણમાં સરકાર દ્વારા 15 રૂપિયાની નફાખોરી થતી હોવાના આક્ષેપ કોંગ્રેસના મહામંત્રી નિતીન વ્યાસ દ્વારા કરવામાં આવ્યા છે. નિતીન વ્યાસે આક્ષેપો કરતા જણાવ્યું છે કે, આત્મનિર્ભર ગુજરાતની વાતો કરતી ગુજરાત સરકાર નફાખોરી કરીને ભાજપના નેતાઓને આત્મનિર્ભર કરવા માંગે છે.

કોંગ્રેસના મહામંત્રી નિતીન વ્યાસે આક્ષેપો કરતા ગુજરાત મેડિકલ સર્વિસ લિમિટેડના ડિરેક્ટરના લેટરપેડ પર અલગ-અલગ મેડિકલ સાધનોની ખરીદીના ભાવ સાથે બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર જાહેર કર્યો હતો અને એ પરિપત્રમાં N-95 માસ્ક, થ્રિલેયર માસ્ક અને PPE કિટ સહિત અન્ય વસ્તુઓના ભાવો દર્શાવવામાં આવ્યા હતા.

લેટરપેડ થ્રિલેયર માસના ભાવ 10 રૂપિયા છે, N-95 માસ્કના ભાવ 49.61 ભાવ અને PPE કિટના ભાવ 1,000 રૂપિયા લખેલા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમૂલ પાર્લર પરથી વેચાણ કરવામાં આવતા થ્રિલેયર માસ્ક અને N-95 માસ્કનું વેચાણ અનુક્રમે થ્રિલેયર માસ્કના 5 રૂપિયા અને N-95 માસ્કના 65 રૂપિયા લેવામાં આવે છે. કોંગ્રેસના મહામંત્રી નીતીશ વ્યાસે એવા પણ આક્ષેપ કર્યા છે કે, સરકાર N-95 માસ્ક 49 રૂપિયામાં ખરીદે છે અને નાગરિકોને તેનું વેચાણ 65 રૂપિયામાં કરીને 15 રૂપિયાનો નફો કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp