કોંગ્રેસે અહેમદ પટેલના ‘વારસો’ ભરૂચ સીટ AAPને ભેટ કરી, જાણો મુમતાઝે શું કહ્યું?

PC: facebook.com/patels.mumtaz/

જ્યારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર ગઠબંધનમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી ભરૂચ બેઠક ચર્ચામાં છે. કોંગ્રેસે દિવગંત નેતા અહેમદ પટેલના વારસા સમાન ભરૂચની બેઠક AAPની જોળીમાં નાંખી દીધી પછી અહેમદ પટેલના પરિવારમાં નારાજગી હતી. હવે અહેમદ પટેલના દીકરી મુમતાઝે આ વિશે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં વાત કરી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે,કોંગ્રેસ નેતૃત્વના નિર્ણયથી દુખી છે, પરંતુ તેણે એમ પણ કહ્યું કે તે કોંગ્રેસ માટે કામ કરવાનું ચાલુ રાખશે અને તે પાર્ટીના નિર્ણયનું સન્માન કરે છે.

દિવંગત અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ તેમની પરંપરાગત બેઠક પર લાંબા સમયથી કામ કરી રહી હતી. ભરૂચ બેઠક પર અહેમદ પટેલનો પરિવાર લગભગ 45 વર્ષથી મહેનત કરી રહ્યો છે.અહેમદ પટેલ 1977, 1980 અને 1984ની લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. 1975માં ઈમરજન્સી દરમિયાન જ્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરોધી લહેર હતી ત્યારે પણ અહેમદ પટેલ અહીંથી જીત્યા હતા. 1989 પછી કોંગ્રેસ અહીં જીતી શકી નથી.

મુમતાઝ પટેલે ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે માત્ર ચૂંટણી જ જીતવું એ બધું હોતું નથી. મારા પિતાએ ભરૂચના લોકો માટે વર્ષો સુધી કામ કર્યું હતું. અહીં કોંગ્રેસના વફાદાર મતદારો છે, જે માત્ર કોંગ્રેસને જ મત આપે છે.

મુમતાઝે કહ્યું કે મેં ક્યારેય કોંગ્રેસ પાસે ટિકીટની માંગણી કરી નથી. અમે અમારા વિસ્તારમાં મહેનત કરી રહ્યા છીએ. આ મહેનત 2024માં રંગ નહીં લાવતે તો આગળ જતા તો ચોકક્સ રંગ લાવતે. અમારી કોશિશ હતી કે કોંગ્રેસ એક દિવસ ભરૂચની સીટ જીતીને લાવે. 

અહેમદ પટેલની દીકરીએ કહ્યું કે, મારા પિતા NGO અને અન્ય માધ્યમો દ્વારા અહીં કામ કર્યું. તેમણે ચૂંટણી ન લડી ત્યારે પણ તેમણે આમ કરવાનું ચાલુ રાખ્યું. રાષ્ટ્રીય સ્તરે તેમના પર કોંગ્રેસની મોટી જવાબદારી હતી. તેમની વિદાય બાદ આ જવાબદારી અમારા ખભા પર આવી ગઈ હતી.હું ધીમે ધીમે કામ કરીને પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી નિભાવી રહી છું.

મુમતાઝને સવાલ પુછાયો કે દિલ્હીના કેટલાંક નેતાઓ એવું ઇચ્છે છે કે અહેમદ પટેલનો પરિવાર આગળ ન વધે? જેના જવાબમાં મુમતાઝે કહ્યું કે, હું કોંગ્રેસ પરિવારમાંજ ઉછરી છું, એટલે પાર્ટી સાથે મારું ઇમોશનલ કનેક્શન વધારે છે. રાજકારણમાં તો હું 2 વર્ષથી જ આવી છું, પરંતુ મને આવું કઇં લાગતું નથી.

મુમતાઝે કહ્યું કે કોંગ્રેસે ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને ભેટમાં આપી દીધી તેનાથી દુખ તો થયું છે, ભરૂચની કેડર ભારે મૂંઝવણમાં છે કે બળવાના મૂડમાં છે. જોકે હું આ નિર્ણયનું સન્માન કરું છું. મેં આ બેઠક મહાગઠબંધનને નહીં આપવાની વાત કરી હતી. હવે મારે નારાજ કેડરનું સંભાળવી પડશે અને પાર્ટી લાઇનનું પણ પાલન કરવું પડશે. ઘણું બૅલેન્સિંગ કરવું પડે છે.

ભાજપમાં જોડાવવાની શક્યતા પર પણ મુમતાઝે કહ્યુ હતું કે, હું કોંગ્રેસ સાથે ઇમોશનલી જોડાયેલી છે. તેણે કહ્યું કે મારો નાનો ભાઇ ફૈઝલ પણ નારાજ છે, પરંતુ સમય જતા શીખી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp