કોંગ્રેસ ગુજરાતમાં 2009 પછી એક પણ કસભાની સીટ જીતી નથી: ગોપાલ ઇટાલિયા

PC: english.revoi.in

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિઆએ શુક્રવારે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં ગોપાલે કોંગ્રેસ અને મુમતાઝ પટેલ સામે નિશાન સાંધ્યું છે. ઇટાલિઆએ લખ્યુ કે હું કેટલાંક તથ્યો રજૂ કરુ છું જેણે માનવા હોય તે માને અને જેમણે ન માનવા હોય તે ન માને.

તેમણે કહ્યું કે, વર્ષ 2009 પછી ગુજરાતમાં કોંગ્રેસ એક પણ લોકસભા બેઠકો જીતી નથી. વર્ષ 2009માં કોંગ્રેસ 11 બેઠકો જીતી હતી, પરંતુ ભરૂચની બેઠક ગુમાવવા પડી હતી. વર્ષ 2009માં કોંગ્રેસ 11 બેઠકો જીતી હતી ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને અહેમદ પટેલ નેશનલ લીડર હતા.

ઇટાલિઆએ કહ્યુ કે, હવે કોણ નથી જાણતું કે દેશમાં માહોલ બદલાઇ ચૂક્યો છે? દેશનો શું માહોલ છે તે વિશે મુમતાઝ પટેલ અજાણ નહીં હશે. ભરૂચ લોકસભા માટે કોંગ્રેસ પાસે અનુકુળ અને પોઝિટીવ રાજનીતિ નથી, એનો પણ મુમતાઝને ખ્યાલ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp