BJPના વોલ પેઇન્ટિંગ પર ચૂનો ચોપડ્યો, ગુજરાત કોંગ્રેસ નેતાની ધરપકડ

PC: navbharattimes.indiatimes.com

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાના નજીકના ગણાતા એક નેતાની પોલીસે ધરપકડ કરી છે. ભાજપના એક ચૂંટણી સ્લોગન પર ચૂનો ચોપડવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા કરવામાં આવેલા સ્લોગન સાથે વોલ પેઈન્ટિંગને ખરાબ કરવા બદલ પોલીસે કોંગ્રેસના નેતા ડો.અમિત નાયકની ધરપકડ કરી છે. ભાજપના સ્થાનિક પ્રચાર સંયોજકની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા છે.

ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકની ધરપકડ કરી છે. નાયક પર દિવાલ પર લખેલા બીજેપી સ્લોગનને વિકૃત કરીને તેનો વીડિયો બનાવીને પ્રસારિત કરવાનો આરોપ છે. ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમે આ કાર્યવાહી ભાજપના પ્રચાર અને સંચાર સંયોજક અભય શાહની ફરિયાદના આધારે કરી છે.

ભાજપના અભયશાહે 29 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નાયકનો પાર્ટીના નારાને વિકૃત કરતો વીડિયો જોયો હતો. લોકસભા ચૂંટણીની શરૂઆતમાં ભાજપે દેશભરમાં વોલ પેઈન્ટીંગ કરાવ્યું હતું. જેમાં પાર્ટીએ ' ફિર એક બારમોદી સરકાર' લખીને પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદમાં શાહે જણાવ્યું હતું કે, નાયકના પગલાંથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ શકે છે. શાહે નાયક સાથેની તેમની વાતચીતનું પણ વર્ણન કર્યું, જેમાં તેમણે નાયકના વિરોધની રીત સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. શાહનો આરોપ છે કે તેમણે નાયકને સોશિયલ મીડિયા પરથી પોસ્ટ હટાવવાની વિનંતી કરી હતી, પરંતુ તેમ છતાં નાયકે કથિત રીતે તેમને ધમકી આપી હતી અને વીડિયો હટાવવાનો ઇન્કાર કર્યો હતો.

અમિત નાયક સામે IPCની વિવિધ કલમો હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી), કલમ 290 (જાહેર ઉપદ્રવ), અને કલમ 506(1) (ગુનાહિત ધાકધમકી)નો સમાવેશ થાય છે. આ ઘટનાના કારણે પાર્ટીમાં આંતરિક મતભેદ પણ સામે આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ પણ નાયકની વિરોધની પદ્ધતિ સાથે સહમત ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

કોંગ્રેસના હિમંત સિંહ પટેલે અમિત નાયકની કાર્યવાહીની આલોચના કરી હતી. અમિત નાયક ગુજરાતમાં પાર્ટીની ટીવી મીડિયા પેનલિસ્ટમાં સામેલ છે. તેમને કોંગ્રેસ નેતા અમિત ચાવડાના નજીકના હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp