કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને સાથે રાખી નુકશાનીનો સરવે કરવાની માગ કરી

PC: youtube.com

રાજ્યમાં ક્મોસમી વારસાદના કારણે રાજ્યના ખેડૂતોને નુક્શાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના ખેડૂતોના પાક વિમાના પ્રશ્નનને લઇને હવે કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોની પડખે આવ્યા છે. જામનગરના 10,000 કરતા વધારે ખેડૂતોએ તંત્ર દ્વારા કરવામાં આવેલા સરવેમાં લાલીયાવાડી ચાલતી હોવાની ફરિયાદ કરી હતી. ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા માટે કિસાન સંઘના ચેરમેન પાલ આંબલીયા અને જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય ચીરાગ કાલરીયાએ ખેતી વાડી અધિકારીને સમગ્ર મામલે રજૂઆત કરીને સરવે દરમિયાન ખેડૂતોને સાથે રાખવાની માગ કરી હતી.

સમગ્ર મામલે કોંગેસના ધારસભ્ય ચિરાગ કાલરીયા જણાવ્યું હતું કે, વાસ્તવિક સ્થિતિ એ છે કે, તેમાં સરવે કે, રી-સરવે કરવાની કોઈ વાત જ નથી. ખરેખર 120% કરતા વધારે વરસાદ થયો છે, એટલા માટે અતિવૃષ્ટિ જાહેર કરીને તમામ ખેડૂતોને વીમો આપી દેવો જોઈએ. અત્યારે જે સરવેની કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં લાયકાત વગરના લોકો સરવે કરવા માટે આવી રહ્યા છે. સરવેમાં તાલુકાની ટીમ હોવી જોઈએ પણ તાલુકાની ટીમ નથી. સરવે કર્યા પછી કોરા પત્રક પર ખેડૂતોની સહી લેવામાં આવે છે. ખરેખર આ સમગ્ર મામલે ખેડૂતોની હાજરીમાં રોજકામ લખવું જોઈએ અને પછી પત્રકમાં સહી લેવી જોઈએ. ખરેખર આ સરકારે આ નાટક બંધ કરવા જોઈએ અને લીલો દુષ્કાળ જાહેર કરીને બધા ખેડૂતોને વીમો ચૂકવવો જોઈએ.

કિસાન સંઘને ચેરમેન પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, નિયમો અનુસારની કામગીરી થતી નથી અને કૃષિ મંત્રીના જીલ્લામાં જ નિયમોનું ઉલ્લંઘન અને ઉલાળિયો થાય છે. આજે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને મળ્યા અને તેમને પૂછ્યું કે, જેવી રીતે પટ્ટાવાળાની ભરતી કરવા માટે તમે બધા ડોક્યુમેન્ટ માગો છો, તેવી રીતે ખેડૂતોના વિમાનો જે કંપનીઓ સરવે કરી રહી છે, તે કંપનીઓ પાસે પ્રધાનમંત્રી વીમા યોજના અનુસાર લાયકાતવાળા માણસો છે કે, નહીં તેના સર્ટીફીકેટ તમારી પાસે જમા થયા છે કે, નહીં. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક દમ સ્પષ્ટ ના પાડી કે, આ પ્રકારના કોઈ ડોક્યુમેન્ટ અમે માગ્યા નથી. એટલે જિલ્લાના ખેતીવાડી અધિકારી ખૂદ સ્વીકારે છે કે, અમે નિયમોનું પાલન નથી કરતા, અમે આદેશોનું પાલન કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp