ડી- માર્ટને આવો ગોળ વેચવાનું ભારે પડ્યું, 1 લાખ ચૂકવવા પડશે

PC: divyabhaskar.co.in

સામાન્ય રીતે ગ્રાહકો કોઇ વસ્તુઓની ખરીદી કરે તો તેની ઉત્પાદન તારીખ કે બીજી કોઇ તપાસ કરવાની ઝંઝટમાં પડતા નથી, પરંતુ કેટલાંક જાગૃત ગ્રાહકો બરાબરનું ધ્યાન રાખતા હોય છે. આવો એક જાગૃત નાગરિક ગાંધીનગરના D-Martને ભારે પડી ગયો .D- Mart માંથી એક ગ્રાહકે 130 રૂપિયાનો ગોળ ખરીદ્યો હતો, જે એક્સપાયરી ડેટ વાળો હતો. ગ્રાહકે કોર્ટમાં કેસ કર્યો તો કોર્ટે ડી- માર્ટ અને ગોળ ઉત્પાદક કંપનીને 1 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. 130 રૂપિયાના ગોળ સામે 1 લાખ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.

ગાંધીનગરના સેક્ટર 26માં આવેલા ડી- માર્ટમાં ગોળની બરણી પર ખોટા સ્ટીકર મારીને એક્સપાયરી ડેટ વાળો ગોળ 130 રૂપિયાં વેચવામાં આવ્યો હતો. આ બાબતે એક જાગૃત નાગરિકે બરણીના ફોટા સહિતના પુરાવા સાથે ગાંધીનગરની ક્ન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા પછી ગોળ બનાવનારી તંપની રોસીડ ઇન્ડસ્ટ્રી અને ડી માર્ટને 1 લાખ રૂપિયા દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી કંપનીને કોર્ટે બરાબરના પાઠ ભણાવ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ ગાંધીનગરમાં રહેતા પંકજ આહિરે ડી- માર્ટ મોલમાંથી ‘હેલ્ધી હંગર ટેબલગોળ ક્યૂબ્સ’ની 2 બરણી 130 રૂપિયામાં ખરીદી હતી. જેની પર જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર એમ બે અલગ અલગ સ્ટીકર મારવામાં આવ્યા હતા. એમાં એવો ઉલ્લેખ હતો કે પેકિંગની તારીખથી 6 મહિનાની અંદર ગોળનો ઉપયોગ કરવો.

 પંકજ આહિરે આ બાબતે ક્ન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. કન્ઝયુમર કોર્ટના અધ્યક્ષ ડી.ટી.સોનીએ નોંધ્યું કે એક્સપાયર થયેલી ખવાની વસ્તુઓનું વેચાણ કરીને ગ્રાહકોને છેતરવામાં આવ્યા છે.

ડી- માર્ટે એવી દલીલ કરી હતી કે કર્મચારી દ્રારા સ્ટીકર લગાવવામાં ભૂલ થઇ ગઇ છે, જો કે કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યુ કે, કામદારો સુચનાઓ અને માર્ગદર્શન વિના લેબલ મારી શકતા નથી.

 ગ્રાહક કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ડી- માર્ટ અને ગોળ ઉત્પાદક કંપની રોસીડ ઇન્ડસ્ટ્રીઝને સંયુક્ત રીતે 1 લાખ રૂપિયોનો દંડ ફટકાર્યો છે, તેમાંથી 50 ટકા રકમ ગ્રાહકને ચૂકવાનું કહેવાયું છે, ઉપરાંત 130 રૂપિયાની રકમ પર 9 ટકા વ્યાજે ચૂકવણી કરવાનો પણ આદેશ આપ્યો છે.

 આ ખરેખર ગંભીર બાબત છે કે, લોકોને સસ્તામાં વસ્તુઓ આપવાની લાલચ આપીને આવી રીતે તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આ તો ગોળ હતો, આવી તો કેટલીય એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ મોલે પધરાવી દીધી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp