પૂર પીડિતોની મદદમાં પણ ભ્રષ્ટાચાર

13 Aug, 2017
08:31 PM
PC: Firstpost.com

ઉત્તર ગુજરાતના 13 લાખ લોકોને પૂરની ગંભીર અસર થયા બાદ તે લોકોને રોકડ અને ઘર સામાનની સહાયમાં ઘણી જગ્યાએ ગોલમાલ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. આટલી મોટી સંખ્યામાં અચાનક અસરગ્રસ્ત વધી ગયા છે.

બનાસકાંઠા જિલ્લામાં કુલ 408 ટીમો ધ્વારા 1069208 અસરગ્રસ્તોને કુલ રૂ. 58.60કરોડ કેશડોલ સહાય અને 55, 553 કુંટુંબોને રૂ. 34.21 કરોડની ઘરવખરી સહાય ચુકવવામાં આવી છે.

પાટણ જિલ્લામાં કુલ2, 39,095 અસરગ્રસ્તોને કુલ રૂ. 13.19 કરોડ કેશડોલ સહાય અને 16,458 કુંટુંબોને રૂ. 11.52 કરોડની ઘરવખરી સહાય ચુકવવામાં આવી છે

સાચા લોકો સુધી હજુ સુધી સહાય નથી પહોંચી અને ખોટા લોકો સહાય લઇ ગયા છે, ધાનેરામાં પરિવારનું સમગ્ર ઘર ધરાશય થયું છે ઘરમાં કશું જ બચ્યું નથી અને પરિવાર નિરાધાર બની ગયો છે પરંતુ હજુ સુધી આ પરિવાર સુધી નથી તો પહોંચી સહાય કે નથી પહોંચી કેશડોલ ધાનેરામાં સાચા પૂરગ્રસ્તો ધ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના અધિકારીઓ લોકો સુધી સહાય નથી પહોંચાડતા લોકોના ઘરમાં પૂરના પાણી ઘુસી ગયા તમામ માલ સામગ્રી પાણીમાં તણાઈ ગઈ ત્યારે સહાય માટે તંત્રના અધિકારી લોકો પાસે ડોક્યુમેન્ટ માંગે છે લોકો પાસે કશું જ બચ્યું નથી તો ડોક્યુમેન્ટ ક્યાંથી બચ્યા હશે.

અધિકારીએ જણાવ્યું હતું કે જે લોકો પાણી દરમ્યાન તેમનું ઘર છોડી ચાલ્યા ગયા તેવા લોકોને સહાય નથી અપાઈ અને હવે જે લોકો રજૂઆત કરે છે તેને અમે પૂરતા ડોક્યુમેન્ટ લઇ સહાય આપવાનું કામ ચાલુ કર્યું છે તો બીજી તરફ લોકો જણાવી રહ્યા છે કે કેશડોલ સહાયમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જે લોકોના ઘરમાં પાણી નથી ગયા તેવા લોકો અને બે માળના ઘર વાળા લોકોને કેશડોલ અપાઈ રહી છે અને સાચા પૂરગ્રસ્તો અત્યારે પણ સહાયથી વંચિત જોવા મળી રહ્યા છે અને લોકો માંથી સુર સાંભળવા મળી રહ્યા છે કે કેશડોલ વિતરણ કરનાર અધિકારી વાલા દવલાની નીતિ અપનાવે છે અને જાતિવાદ અપનાવે છે.
આદિવાસી વિસ્તારમાં કેશડોલ્સ ચૂકવવામાં આવી નથી તેમ ખેડૂત ક્રાંતિ સંગઠનના આગેવાને જણાવ્યું હતું.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: