પત્નીને કરેલા છૂટાછેડાનો દાવો કોર્ટે મંજૂર કર્યો

PC: jantaserishta.com

કેસની વિગત મુજબ સુરતના ભટાર રોડ ખાતે રહેતી ડો. રીના ગાંધીએ (નામ બદલેલ છે) સુરત ફેમીલી કોર્ટમાં પતિ વિરુધ છૂટાછેડા મેળવવા દાવો કર્યો હતો. અરજદાર ડો. પત્ની રીના તરફે એડવોકેટ પ્રીતિ જીગ્નેશ જોષીએ દલીલો કરી હતી. પતિએ આચરેલ ક્રુરતા બદલ પરિણીતા તરફે છુટાછેડાની માંગણી કરતો દાવો સુરત ફેમીલી કોર્ટમાં કરાયો હતો.

આ દાવા અરજી ચાલી જતા સુરત ફેમીલી કોર્ટના જજ આઇ. બી.પઠાને પરિણીતાનો છૂટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો.  ડો. રીના ગાંધીના લગ્ન 2012માં જુનાગઢ ખાતે થયા હતા. લગ્નબાદ સામાવાળા મયુર ગાંધી  (નામ બદલેલ છે) જેઓ મુંબઇ ખાતે રહેતા હતા.
પત્ની તરફે એડવોકેટ પ્રિતી જોષી, નિખિલ રાવલ અને તૃપ્તિ ઠક્કરે દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp