વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજમાં CPR 2 ક્રેડિટ સર્ટિફિકેટ કોર્સ પ્રારંભ

PC: Khabarchhe.com

વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજમાં સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી CPR (Cardio-Pulmonary Resuscitation) 2 ક્રેડિટ સર્ટિફિકેટ કોર્સનું Inaugural Ceremony યોજાયેલ. જેમાં એડવોકેટ શ્રેયસ દેસાઇ (ચેરમેન, એડમિનિસ્ટ્રેટીવ કમિટી, વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ)ના દિશાસૂચન, પ્રો. પરસી એન્જિનિયર (પ્રથમ પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી)ના સહયોગથી તેમજ પ્રોગ્રામ કન્વેનર, ડો. ઇરમલા દયાલ (ઇન્ચાર્જ આચાર્યા, વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ) ના નેતૃત્વ હેઠળ આ કોર્સનો પાયો મુકવામાં આવેલો હતો.

ડો. કિશોર દેસાઇ (સેકન્ડ વાઇસ ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી) દ્વારા પ્રેસિડેન્સીયલ એડ્રેસ આપવામાં આવેલ હતું. જેમાં કાયદના વિદ્યાર્થીઓ હોવાની સાથે જીવનમાં કેટલાક તબક્કે સીપીઆરની મહત્ત્વતા છે તે સમજાવવામાં આવેલું હતું. પ્રો. પરસી એન્જિનિયર (પ્રથમ પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી) આશિષ દેસાઇ (I\C રજિસ્ટ્રાર, સાર્વજનિક યુનિવર્સિટી) અને ડો. ઇરમલા દયાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ડો. હેમાંગ વ્યાસ અને કોર્સના કોર્ડીનેટર ડો. અનિષા સાહુવાલા હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp