સી.આર.પાટીલે AAP- કોંગ્રેસના ગઠબંધનને આંધળા બહેરા સાથે સરખાવ્યું

PC: facebook.com/CRPaatil

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે શનિવારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના ગઠબંધનની જાહેરાત કરી હતી. ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે અને 2 બેઠકો આમ આદમી પાર્ટી માટે છોડી દેવામાં આવી છે. ભરૂચ અને ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. આની સામે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને AAP- કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.પાટીલે AAP- કોંગ્રેસના ગઠબંધનને આંધળા બહેરા સાથે સરખાવ્યું હતું.

શનિવારે જ્યારે AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઇ તેના થોડા સમય પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કેટલાંક લોકો વરસાદમાં જ જેમ દેડકાં બહાર આવે તેમ આવી ને જતા રહે છે.

તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં AAP 126 ઉમેદવારોએ અને કોંગ્રેસના 44 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવવી પડી હતી. એટલે AAPએ માત્ર 2 જ ઉમેદવારને ઉતાર્યા છે, મતલબ કે તેમણે પહેલેથી જ હાર માની લીધી છે. આવા ગઠબંધનને કારમે ગુજરાતમાં તેમને કોઇ ફાયદો થવાનો નથી.

પાટીલે આગળ કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં ભાજપ 370 અને NDA ગઠબંધનમાં 400 સીટ જીતવાનો ભાજપે સંકલ્પ કર્યો છે. અમે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ચૂંટણી લડીએ છીએ. ગુજરાતમાં પણ ભાજપ બધી 26 બેઠકો જીતશે અને 5 લાખની લીડ મેળવવાનો અમારો ટાર્ગેટ છે.

સી આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે, ગુજરાતમાં આંધળો અને બહેરો બંને ભેગાં થયા છે. બંને પાર્ટીઓ અંધારામાં છે.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે અને છેલ્લી બે લોકસભાથી આ બધીયે બેઠકો પર ભાજપ જીત મેળવે છે. આમ જોવા જઇએ તો કોંગ્રેસે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે હથિયાર હેઠાં જ મુકી દીધા છે. કોંગ્રેસ નેતાઓને એક પણ બેઠક જીતવાની કોઇ આશા નથી.

એટલે એક ભરૂચની બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ભરૂચમાં સ્વ, અહેમદ પટેલના પુત્ર અને દીકરી મુમતાઝ પટેલે ભરૂચમાં ગઠબંધનની જાહેરાત પછી નારાજગી વ્યક્ત કરી છે. ફૈઝલે તો ચિમકી પણ આપી છે કે, ગઠબંધનના નિર્ણય માટે હું હાઇકમાન્ડને મળવા દિલ્હી જઇ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp