સી આર પાટીલે સુરત મહાનગર પાલિકાને આડે હાથે લઇને પોતાનો પાવર બતાવ્યો

નવસારી લોકસભાના સાંસદ અને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ શુક્રવારે રાત્રે જ્યારે સુરત આવ્યા ત્યારે ભાજપ નેતાઓએ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શુક્રવારે રાત્રે ડુમસ રોડ પર આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સી આર પાટીલ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, સુરતના સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યા હતા.

સી આર પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે, સુરત મહાનગર પાલિકા કહે છે કે દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવામાં આવે છે, પરંતુ સુરતમાં તો કોઇ વૃક્ષો દેખાતા નથી. અત્યાર સુધીમાં તો જંગલ દેખાવું જોઇએ તેને બદલે સિમેન્ટ ક્રોંકીટ જ દેખાય છે. જો કે સાથે તેમણે કહ્યુ કે, પાલિકા વૃક્ષો તો વાવે છે, પરંતુ કેટલીક મુશ્કેલી આવે છે. લોકો વૃક્ષોની આજુબાજુની જાળી ભંગારમાં વેચી નાંખે છે અને છોડ બકરી ખાય જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp