Video: દિનેશ પ્રસાદનો લવારો, સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે દેવી દેવતાઓને..

PC: abplive.com

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોનો વિવાદ હજુ માંડ થાળે પડ્યો છે ત્યાં ફરી એક સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક શખ્સે બેફામ લવારો અને નર્યો બકવાસ કરતો વીડિયો વાયરલ કર્યો છે. આનું નામ છે દિનેશ પ્રસાદ. આ માથા અને ધઢ વગરની વાતો કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ધાર્મિક વૈમનસ્ય ફેલાવી રહ્યો છે. આવા શખ્સ સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાવી રહ્યા છે. આ કહે છે કે સ્વામીનારાયણ ભગવાનનો આદેશ છે કે સનાતનીઓના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.

સાળંગપુર ભીંતચિત્રના વિવાદ વખતે સ્વામીનારાયણના સાધુ નૌતમ સ્વામીએ લવારા કર્યા પછી હવે રાજકોટ સ્વામીનારાયણ સંપ્રદાયના દિનેશ પ્રસાદ આચાર્ય નામના શખ્સે લગભગ 4 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે આ દિનેશના બોડી લેંગ્વેંજ પણ સાવ ગંદા છે. આ વીડિયોમાં તે એકની એક વાત રિપીટ કરી રહ્યો છે.

દિનેશ પ્રસાદ બોલી રહ્યો છે કે ભગવાન સ્વામીનારાયણે મને આદેશ કર્યો છે કે સનાતનીઓના હવે કોઇ કામ થવાના નથી. જુઠુ બોલીને આવશો તો પણ ભગવાન કામ કરવાના નથી, માટે સનાતનીઓએ સ્વામીનારાયણ ભગવાન પાસે આવવું નહીં. તે કહે છે કે સનાતનીઓએ ભગવાન સ્વામીનારાયણની આસપાસ પણ ફરકવું નહીં.

દિનેશ બકવાસ કરતા આગળ બોલે છે કે દેવી-દેવતાઓ સિવાયના જે કોઇ પણ હોય, મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોએ જ મારી પાસે આવવું. હું તેમના કોઇ પણ જાતની ફી લીધા વગર રોગ મટાડી દઇશ.

આનો બીજો લવારો સાંભળો, એ કહે છે કે સનાતનીઓએ મારી પાસે ફરકવાનું નથી અને તેમના દેવી-દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે.ભગવાન સ્વામીનારાયણ સનાતનીઓથી કુરાજ થયા છે.

સનાતનીઓ સિવાય બધાને સ્વામીનારાયણ ભગવાન સ્વીકારશે અને સનાતનીઓ સિવાય બધા પર ભગવાન લીલા કરશે. તે કહે છે કે સનાતનીઓ એમ કહે છે કે સ્વામીનારાયણ ભગવાન નથી. તો હવે સ્વામીનારાયણ ભગવાને નક્કી કર્યું છે કે સનાતનીઓને બતાવી દઇશ કે ભગવાન કોણ છે.

એલફેલ બોલનારો દિનેશ કહે છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો પણ સાંભળી લે આપણે દેવી દેવતાઓ સાથે કોઇ લેવા દેવા રાખવાની નથી. સ્વામીનારાયણ ભગવાન આખો ધર્મ અલગ કરી રહ્યા છે અને આપણે બધાએ તેમાં જોડાવવાનું છે.

તેણે છેલ્લે કહ્યું કે જો આપણે ભગવાન સ્વામીનારાયણના નવા ધર્મ સાથે નહીં જોડાઇશું તો પછી આપણો સંપ્રદાય બંધ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp