4 ડિસેમ્બરે મઇચોંગ વાવાઝોડું ત્રાટકશે, શું ગુજરાતને અસર થશે?

PC: twitter.com

ફરી એકવાર દરિયામાં વાવાઝોડાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગે કહ્યું કે, 3 ડિસેમ્બરે દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડી પર ચ્રકવાતની સંભાવના છે. આ વાવાઝોડોને માઇચોંગ વાવાઝોડનું નામ આપવામાં આવ્યું છે. હિંદ મહાસાગરમાં આ વર્ષનું આ છઠ્ઠું વાવાઝોડું છે અને બંગાળની ખાડીનું આ ચોથું વાવાઝોડું છે.

ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મહંતીએ કહ્યું છે કે, ઉત્તર પૂર્વીય અરબ સાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રીય થવાને કારણે વડોદરા, ભરૂચ, ચાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. માઇચોંગ વાવાઝોડું 4 ડિસેમ્બરે તમિલનાડું અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.

વાવાઝોડાને કારણે 3 ડિસેમ્બર પુડેચેરી, કરાઇકલ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં જૂન 2023માં બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાયું હતું, જો કે પહેલેથી સાવચેતીના પગલાંને કારણે નુકશાન ઓછું થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp