વાવાઝોડું આવવાની તૈયારીમાં, જાણો ગુજરાત પર શું અસર થશે

PC: indiatoday.in

પશ્ચિમ બંગાળના કિનારે રેમલ (Remal) વાવાઝોડું ટકરાયું છે. Remal વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ-ઓરિસ્સા સુધી થઇ રહી છે. પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. તોફાની અને ભારે પવન સાથે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, એટલું જ નહીં,  120-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ ઝાડ પણ પડી ગયા છે. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાં હજુ પણ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આસામ, મોઘાલયમાં પણ અતિભારે વરસાદ પડશે. વાવાઝોડના કારણે કોલકાતામાં અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત એક્શનમાં છે. થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. 

વાવાઝોડુ દરિયાના કિનારે ત્રાટકવાના સમયે સમુદ્રમાં 1.5-2 મીટર ઉંચા મોજા ઉછળવાની આશંકા છે. જેમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. IMDએ દરિયાઈ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, Remal વાવાઝોડાનો માર્ગ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્વીપ સમુહના દક્ષિણ પૂર્વમાં લગભગ 290 કિમી, ખેપપુરા (બાંગ્લાદેશ)ના દક્ષિણ પૂર્વમાં 300 કિમી અને કૈનિંગ (WB) દક્ષિણ પૂર્વમાં 320 કિમી પર છે. Remal વાવાઝોડું ક્યાં લેંન્ડફોલ કરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળના દરિયા કિનારે, તેની સૌથી વધારે અસર ક્યાં થશે અથવા તેની તાકત કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. Remal એક અરબી શબ્દ છે, જેનો અર્થ રેતી થાય છે. આ નામ ઓમાને આપ્યું છે.

ભારતમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર વાવાઝોડું બાદ ધોધમાર વરસાદ પડશે. એ સિવાય અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડવાની આગાહી છે. જો કે, ચક્રવાતની અસરના કારણે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 26 મે-4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ કારણે ચોમાસું પણ વહેલુ બેસી જશે. 25-28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7-14 જૂન વચ્ચે ચોમાસું બેસવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp