દાદરા નગર હવેલીમાં શું થવાનું છે? સાંસદ કલાબેન ડેલકરે PM મોદી સાથે કરી મુલાકાત

PC: navbharattimes.indiatimes.com

લોકસભાની ચૂંટણી પહેલા દાદરા નગર હવેલીના શિવસેના (ઉદ્ધવ ગ્રુપ UBT)ના સાંસદ કલાબેન ડેલકરે સહપરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. કલાબેન ડેલકર 7 વખત સાંસદ રહેલા મોહનભાઇ ડેલકરના પત્ની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શિવસેના (ઉદ્ધવ ગ્રુપ)ના સાંસદ પરિવાર સાથે મુલાકાતથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. 22 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈની એક હૉટલમાં મોહન ડેલકર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ત્યારબાદ મોહન ડેલકરના મોતની તપાસની માંગને લઈને મામલો ગરમાયો હતો. ત્યારબાદ થયેલી પેટા ચૂંટણીમાં મોહન ડેલકરની પત્ની કલાબેન ડેલકર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે શિવસેના (ઉદ્ધવ ગ્રુપ)ની ટિકિટ પરથી ચૂંટણી લડીને જીત હાંસલ કરી હતી. કલાબેન ડેલકર તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને શિષ્ટાચાર ભેટ અને શુભેચ્છા મુલાકાત બતાવી છે, પરંતુ દાદરા નગરની રાજનીતિ ગરમાઈ ગઈ છે.

પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત બાદ રાજનીતિક ગલિયારામાં ચર્ચા છે કે શું 2024ની ચૂંટણી પહેલા મોહનભાઇ ડેલકરનો પરિવાર ભાજપમાં ફરશે. લાંબા સમય સુધી દાદરા નગર હવેલીનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરનાર મોહન ડેલકર પોતાના રાજનીતિક જીવનમાં ભાજપમાં પણ રહ્યા અને લોકસભા પહોંચ્યા હતા. 2014ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભાજપને જીત મળી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 2019માં અપક્ષમાંથી ચૂંટણી લડીને જીત હાંસલ કરી હતી.

પેટાચૂંટણીમાં તેમના પત્ની શિવસેનાની ટિકિટ પર લડ્યા હતા અને 51,269 વૉટથી તેમણે ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતને હરાવ્યા હતા. કલાબેન ડેલકરની પ્રધાનમંત્રી સાથે મુલાકાત એવા સમયે થઈ છે. જ્યારે ગયા મહિને ગુજરાતના મોટા નેતા પૂર્ણેશ મોદીને દાદરા નગર હવેલીના પ્રભારી બનાવ્યા છે. એવામાં કલાબેન ડેલકરના પ્રધાનમંત્રી સાથે મુલાકાતને રાજનીતિક સમીકરણ તરીકે પણ જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp