જુલાઇના પહેલા સપ્તાહમાં ડાંગ અને વલસાડમાં પૂર આવશે: અંબાલાલ પટેલ
છેલ્લાં કેટલાંક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જો કે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હજુ જોઇએ તેટલો વરસાદ પડતો નથી. સુરતમાં છેલ્લાં બે દિવસથી વરસાદ અટકી ગયો છે.
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, 1થી 3 જુલાઇમાં દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને ડાંગ અને વલસાડમાં પૂર આવશે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે 28 જૂનથી 30 જૂન સુધીના 3 દિવસમાં કચ્છ અને જામનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp