રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવું થયું, વરસાદને કારણે પીકઅપ એરિયાની કેનોપી પડી
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 જેવી દુર્ઘટના ટળી હતી. હિરાસરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ-ડ્રોપ એરિયાની ઉપરની કેનોપી તૂટી પડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. PM મોદીએ જુલાઈ 2023માં રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટનું વિસ્તરણ 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું હતું.
આના એક દિવસ પહેલા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર આવી જ એક ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત પર ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. IMDએ દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
VIDEO | Canopy collapses at the passenger pickup and drop area outside #Rajkot airport terminal amid heavy rains.
— Press Trust of India (@PTI_News) June 29, 2024
(Source: Third Party) pic.twitter.com/gsurfX2O1S
ગુરુવારે ભારે વરસાદને કારણે જબલપુરના ડુમના એરપોર્ટના નવા વિસ્તૃત ટર્મિનલની કેનોપીનો પણ એક ભાગ તૂટી ગયો હતો. આ ઘટનામાં કેનોપી નીચે પાર્ક કરેલી સરકારી અધિકારીની કારને નુકસાન થયું હતું. PM નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા જ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જબલપુર એરપોર્ટના મેનેજમેન્ટે જણાવ્યું કે, આ દુર્ઘટના કેનોપીની અંદર ભારે માત્રામાં વરસાદી પાણી જમા થવાને કારણે થઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા માટે ઘટનાના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. AAI (જબલપુર), ઘટના બદલ ખેદ વ્યક્ત કરે છે અને વ્યાપક ઉકેલની ખાતરી આપે છે.'
આ દરમિયાન, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટે શુક્રવારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પર કેનોપી પડી જવાની ઘટનાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. દિલ્હી પોલીસે ઘટના પછી ભારતીય દંડ સંહિતાની કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) અને 337 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતા કૃત્યથી નુકસાન પહોંચાડવું) હેઠળ કેસ નોંધ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરના તમામ એરપોર્ટ ટર્મિનલ્સનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp