સુરતના ડેપ્યુટી મેયરની સાહેબગીરી, કાદવથી બચવા ફાયર કર્મીના ખભે ચઢી ગયા
સુરતના ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલના સાહેબગીરી સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જાણવા મળેલી વિગત મુજબ શહેરના પરવત પાટીયા વિસ્તારમાં એક શોપિંગ મોલમાં 30 ફુટથી વધારે પાણી ભરાયા હતા અને તેમાં એક યુવાન ડુબી ગયો હતો. 4 દિવસ પછી જ્યારે પાણી ભરાયા ત્યારે યુવાનનો મૃતદેહ બહાર આવ્યો. આ ઘટનાએ ભારે ચર્ચા ચગાવી હતી ત્યારે ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો પરવત પાટીયા પહોંચ્યા હતા.
ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ જ્યારે જઇ રહ્યા હતા ત્યારે ફાયર સબ ઓફિસર સુનિલ ચૌધરીએ કહ્યું કે, સાહેબ, તમને ઉંચકી લઉં. તો પાટીલ પળવારનો વિલંબ કર્યા વગર ફાયર કર્મની ખભે ચઢી ગયા. ફુટપાથથી રસ્તા પર જવા માટે 2 ફુટનું અંતર હતું અને વચ્ચે કીચડ હતું. કપડા અને બુટના બગડે એટલા માટે ડેપ્યુટી મેયરે ફાયરના કર્મીના ખભાનો ઉપયોગ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp