છેલ્લા 7 વર્ષમાં ગધેડાની સંખ્યા 71 ટકા ઘટી, કૂતરાની 73 ટકા અને ગાયની 3.50 ટકા...

PC: bhaskar.com

રાજ્યમાં છેલ્લાં સાત વર્ષમાં ગધેડાની સંખ્યામાં ઘટાડો થયો છે. જે અંગની વિસ્તૃત માહિતી સરકારે વિધાનસભામાંથી જાહેર કરી છે. માત્ર ગધેડા જ નહીં પણ જુદા જુદા પ્રાણીઓની ટકાવારી પણ સરકારે વિગતવાર આપી છે. જેમાં ડુક્કર, શ્વાન જેવા અલગ અલગ પશુનો સમાવેશ કરાયો છે. 7 વર્ષમાં શ્વાનની સંખ્યા 2.53 લાખથી ઘટીને 66000 એટલે કે 74 ટકા જેટલી ઘટી છે. જ્યારે ખચ્ચર ગઘેડાની સંખ્યા 39000થી ઘટીને 11000 થઈ ગઈ છે. એટલે કુલ 71 ટકાનો સીધો ઘટાડો નોંધાયો છે.

રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એક પ્રશ્નોના જવાબ આપતા આ વિગતની છણાવટ કરી નાંખી છે. રાજ્યમાં કયાં-કયાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો થયો એનો આખો કોઠો આપી દીધો છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે વર્ષ 2019માં રાજ્યમાં યોજાયેલા 20માં લાઇવસ્ટોક સેન્સસ અનુસાર બકરાં, ગાય, ઊંટ, ખચ્ચર-ગધેડાં, સસલાં, ડુક્કર અને કૂતરાંઓની એકાએક ઘટી ગઈ છે. પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કયાં કારણે થયો છે તે અંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ચોક્કસ આ મામલે અભ્યાસ થયો નથી. પરંતુ પરિવહનમાં ઉપયોગ ઘટતાં ગદર્ભ અને ઊંટની સંખ્યા ઘટી છે.

જોકે, હકીકત એવી પણ છે કે, કેટલાક પશુઓને યોગ્ય ચારો ન મળતા ક્યારેક મૃત્યું પણ પામે છે. બીજી બાજું વસતી નિયંત્રણના કારણે શ્વાન અને ડુક્કરની સંખ્યા ઘટી છે. લોકઉપયોગી પશુઓની કેર કરવા માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમ શરૂ કરાયા છે. લાઇવસ્ટોક સેન્સસ 2019 મુજબ રાજ્યમાં કુલ પશુઓની સંખ્યા 268.73 લાખ નોંધાઈ છે.

બીજી બાજું રાજ્યમાં 12 વર્ષમાં દૂધાળા પશુઓની સંખ્યામાં 29.52 લાખનો વધારો થયો છે. 18મી લાઇવસ્ટોક સેન્સસ વર્ષ 2007ના રીપોર્ટ અનુસાર 93.72 લાખ દૂધ આપતા પશુઓ રાજ્યમાં હતા. એ પછી 19મી લાઇવસ્ટોક સેન્સસ વર્ષ 2012ના રીપોર્ટ અનુસાર રાજ્યમાં 114.44 લાખ દૂધ આપતા પશુનો વધાર નોંધાયો છે. 20મી લાઇવસ્ટોક સેન્સસ વર્ષ 2019ના રીપોર્ટ અનુસાર રાજ્યમાં દૂધ આપતા પશુમાં કુલ 123.24 લાખ દૂધ આપતા પશુમાં વધારો થયો છે. ટકાવારી અનુસાર 18ની તુલનામાં 19માં 22.10 ટકાનો વધારો થયો છે. જ્યારે 19ની તુલનામાં 20માં 7.69 ટકાનો વધારો થયો છે.

વિગત

19મી લાઇવ સ્ટોક સેન્સસ (2012) 20મી લાઇવ સ્ટોક સેન્સસ (2019) ઘટાડાની ટકાવારી
ગાય 99,83,953 96,33,637 -3.51%
બકરાં 49,58,972 48,67,744 -1.84%
ખચ્ચર-ગધેડાં 38993 11291 -71.04%
ઊંટ 30415 27620 -9.19%
ડુક્કર 4279 658 -84.62%
સસલા 8,658 6,978 -19.40%
કૂતરા 2,53,312 65901 -73.98%

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp