જામીન તો મળ્યા પણ રાજકોટમાં રાણો રાણાની રીતે નહીં આવી શકે, તડીપાર

PC: divyabhaskar.co.in

લોકગાયક દેવાયત ખવડને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી મંજૂર કરી છે. ઘણા સમયથી જેલમાં બંધ દેવાયત ખવડને શરતી જામીન આપવામાં આવ્યા છે.  6 મહિના સુધી રાજકોટમાં ના પ્રવેશવાની શરતે આ જામીન આપવામાં આવ્યા છે. એટલે રાણો રાણાની રીતે રાજકોટમાં તો નહીં આવી શકે. 72 દિવસના જેલવાસ બાદ ખવડના જામીન મંજૂર કરાયા છે. જેથી આ મામલે ખવડને હાલ પુરતી રાહત મળી છે જો કે, શરતી જામીન હોવાથી રાજકોટમાં 6 મહિના સુધી પ્રવેશી શકશે નહીં.

અગાઉ 15 ફેબ્રુઆરી આસપાસ કોર્ટમાં જામીન કર્યા હતા એ પહેલા પણ વચગાળાના જામીન માંગવામાં આવ્યા હતા પરંતુ  જામીન મળ્યા નહોતા જેથી લોકગાયકનો જેલવાસ 70 દિવસથી વધુ થયો હતો. અગાઉ હાઈકોર્ટમાં જામીન કરાયા બાદ આ વખતે સેશન્સ કોર્ટમાં જામીન કરાયા હતા. 

મારામારી કરવાના કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને અગાઉ વીડિયો વાયરલ થયા બાદ ભારે વિવાદ થયો હતો. જેમાં તે અદાવતમાં મયુરસિંહ પર મારામારી કરતા જોવા મળ્યા હતા આ હુમલા બાદ ભારે ઉહાપોહ થયો હતો. દેવાયત ખવડના જામીન અગાઉ ઉત્તરાયણ અને શિવરાત્રિ પહેલા  ના મંજૂર કરાતા જેલમાં જ તહેવારો મનાવવાનો વારો આવ્યો હતો.

રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો. આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી બાદ પોલીસ કેસ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp