સી.આર.પાટીલે MLAને કહી દીધું, 5 લાખથી ઓછી લીડ આવી તો ટિકિટ નહી માગતા

PC: abplive.com

લોકસભા 2024ની ચૂંટણી ગુજરાતની બધી 26 બેઠકોને 5 લાખની લીડથી જીતવાનો ભાજપે સંકલ્પ જાહેર કરેલો છે. છેલ્લીં 2 લોકસભાથી ગુજરાતમાં બધી 26 બેઠકો ભાજપ પાસે જ છે. એવું જાણવા મળ્યું છે કે સી આર પાટીલે ગુજરાતના ધારાસભ્યોની ચિમકી આપી છે કે, જો લોકસભા 2024ની ચૂંટણીમાં જો કોઇ પણ ધારાસભ્યનું બૂથ માઇનસમાં ગયું તો પછી બીજી વખત ટિકિટ માગવાનું ભુલી જજો.

આનો મતલબ એ થયો કે, લોકસભાની 5 લાખની લીડ મેળવવાની જવાબદારી પાટીલે હવે ધારાસભ્યો પર નાંખી દીધી છે. બધા ધારાસભ્યો ટેન્શનમાં આવી ગયા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કુલ 52,000 બૂથ હતા, જેમાંથી 15,000 બૂથ માઇનસમાં ગયા હતા.

હજુ થોડા દિવસો પહેલાં જ ગાંધીનગરના કમલમમાં કાર્યકરો અને નેતાઓની સાથે બેઠકમાં સી આર પાટીલે પુછ્યું હતું કે કોઇ પણ બૂથ નબળું લાગતું હોય તો અત્યારથી જ કહી દેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp