DyCM નીતિન પટેલે રાજસ્થાન જતા 700 શ્રમિકોને ભોજન કરાવી બસની વ્યવસ્થા કરી આપી

PC: news18.com

દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેથી કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ લોક ડાઉનલોડનનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. સરકાર અને પોલીસ દ્વારા લોકોને ઘરની બહાર કામ વગર નીકળવાની મનાઇ કરવામાં આવી રહી છે ત્યારે મધ્યપ્રદેશ કે રાજસ્થાન સહિતના અન્ય રાજયોમાંથી કામ અર્થે આવેલા શ્રમીકોને હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 

વાહન વ્યવહાર બંધ થઇ જતા પગપાળા પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. આ સંકટના સમયમાં માનવતા મહેકાવતા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે રસ્તા પર જતા શ્રમિકોની મદદ માટે બુધવારના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાઈ-વે રસ્તા પર પહોંચ્યા હતા.

રિપોર્ટ અનુસાર ગુજરાતમાંથી પોતાના વતન જઈ રહેલા લોકોને વાહન ન મળતા તેઓ ચાલીને રાજસ્થાન તરફ જઈ રહ્યા છે ત્યારે 700 લોકો ચાલીને પોતાના વતન જતા હોવાની વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બુધવારના રોજ મળતા તેઓ હાઈ-વે રસ્તા પર દોડી ગયા હતા અને ચાલીને પોતાના વતન તરફ જતાં લોકો સાથે તેમની તકલીફો વિશે વાતચીત કરી હતી અને ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને તેમના અધિકારીઓને ફોન કરીને તે જગ્યા પર બોલાવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રસ્તા પર જઈ રહેલા તમામ લોકો સાથે વાતચીત કરી હતી તેમને પાણી પીવડાવ્યા બાદ તમામ લોકોને જમાડવાની વ્યવસ્થા કરી હતી અને ત્યારબાદ આ તમામ લોકોને બસમાં રાજસ્થાનની બોર્ડર સુધી મૂકી આવવા માટે પણ તંત્રને આદેશ કર્યો હતો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આ કામની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી પણ સૌરાષ્ટ્રવાસીઓ વાહનન મળતા સામાન માથા પર ઊંચકીને પોતાના વતન તરફ જઇ રહ્યા છે.



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp