સુરત હીરા ઉદ્યોગકારીને ત્યાં EDની છાપેમારીમાં 3 લોકોની ધરપકડ, કરોડોના હીરા જપ્ત

PC: tech.hindustantimes.com

ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે જણાવ્યું કે, તેણે ચીન દ્વારા નિયંત્રિત લોન આપનારી મોબાઈલ એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસની તપાસ હેઠળ સુરતની એક કંપની પર છાપેમારી કરીને 3 લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું કે, આ દરમિયાન 25 લાખ રૂપિયાની રોકડ તેમજ 10 કરોડ રૂપિયાની કિંમતના હીરા અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તેણે સાગર ડાયમંડ્સ લિમિટેડ, HRC ગ્લોબલ એક્સપોર્ટ્સ લિમિટેડ, તેના ડિરેક્ટર વૈભવ દીપક શાહ અને તેમના સહયોગીઓ સુરત સેઝ (વિશેષ આર્થિક ઝોન), અમદાવાદ અને મુંબઈ સ્થિત 14 પરિસરોની તપાસ કરી.

આ તપાસ ધન શોધન નિવારણ અધિનિયમ હેઠળ ‘પાવર બેંક એપ’ (મોબાઈલ એપ્લિકેશન) વિરુદ્ધ નોંધાયેલા ગુનાહિત કેસ સાથે જોડાયેલી છે. આ એપથી કથિત રૂપે હજારો સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. EDએ જણાવ્યું કે, લોન આપનારી આ એપનું સંચાલન ચીની નાગરિકો દ્વારા ભારતમાં ઉપસ્થિત તેમના સહયોગીઓ વૈભવ દીપક શાહ અને સાગર ડાયમંડ્સ લિમિટેડની મદદથી કરવામાં આવી રહ્યું હતું. એજન્સીએ દાવો કર્યો કે, એપની મદદથી કરવામાં આવેલી આ કથિત છેતરપિંડી સાથે મળેલું ધન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ્સ લિમિટેડ અને અન્ય પાસે ગયું.

તપાસ એજન્સીએ કહ્યું કે, સુરત સેઝમાં સ્થિતિ ઘણી નિર્માણ કંપનીઓની એકાઈઓ હીરો, બહુમૂલ્ય પથ્થરો અને અન્ય કિંમતી ધાતુઓની આયાત/નિકાસમાં કિંમતોને ઘણી બધી દેખાડવાનું સામેલ છે અને નકલી આયાત દેખાડીને ધન વિદેશ વિદેશ મોકલી રહ્યા છે. એજન્સીએ કહ્યું કે, તપાસ દરમિયાન ખબર પડી કે ખાતાવહીમાં હજારો કરોડ રૂપિયાના શેર દેખાડવામાં આવ્યા છે અને ખબર પડી કે, તેની કિંમતો ખૂબ વધારે ચડાવીને દેખાડવામાં આવી છે, જ્યારે વાસ્તવિક કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે.

આ રીતે કૌભાંડ આવ્યું સામે:

SEZની સાગર ડાયમંડ, સાગર એન્ટરપ્રાઇઝીસ અને RHC ગ્લોબલ વિદેશીથી રૂબી સ્ટોન મંગાવીને તેમણે પેન્ડેન્ટ એક્સપોર્ટ કરતી હતી.

આ કંપનીઓ વિદેશોથી ઇમ્પોર્ટ રૂબીનું પેમેન્ટ ડોલરમાં કરતી હતી, પરંતુ જે પેન્ડેન્ટ એક્સપોર્ટ કરતી હતી તેનું પેમેન્ટ 3 વર્ષથી આવી જ રહ્યું નહોતું.

ED અને DRIને આ ત્રણેય કંપનીઓના વેપાર બાબતે કંઈક ગોલમાલ હોવાની શંકા હતી.

તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરતા ખબર પડી કે, જે રૂબી સ્ટોન ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યા હતા તે સિન્થેટિક રૂબી હતા અને તેનું પેમેન્ટ ઓરિજિનલના રૂપમાં કરવામાં આવી રહ્યું હતું.

વાસ્તવમાં બહારથી વિદેશ જનારી વિદેશી મુદ્રા રૂબીની પેમેન્ટ નહીં હવાલાના રૂપિયા છે.

રૂબી સ્ટોનથી બનેલા પેન્ડેન્ટને 5 ટકા મેકિંગ ચાર્જ સાથે વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા હતા, પરંતુ તે ડુપ્લિકેટ હતા અને તેનું કોઈ પેમેન્ટ આવી રહ્યું નહોતું.

ED, DRI અને GST મોડી રાત સુધી કેસની તપાસ કરી રહી હતી અને સ્ટોક પેમેન્ટનો હિસાબ લગાવી રહ્યા હતા. એવું અનુમાન છે કે વિદેશોમાં મોકલતા પેમેન્ટથી 90 ટકાથી વધુ રકમ હવાલાની જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp