રાજકોટમાં સ્વાઈનફલૂમાં વૃદ્ધાનું મોત, મૃત્યુઆંક 36 પર પહોંચ્યો

PC: zululandobserver

સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં સ્વાઈનફલુએ અજગર ભરડો લીધો છે. દરમિયાન આ બીમારીમાં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક 36 ઉપર પહોંચ્યો છે. 65 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.

ઉપલેટામાં રહેતા 65 વર્ષીય મહિલાની તબીયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવતા સ્વાઈનફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વૃદ્ધાને વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું. વૃદ્ધાનું મોત થતા ઓરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. તેમજ વૃદ્ધાના પરિવારજનોને પણ યોગ્ય સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

રાજકોટમાં શિયાળાના આરંભ સાથે જ સ્વાઈનફલૂ વકર્યો છે. રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વધુ એક દર્દીનું મોત થયા રાજકોટમાં સ્વાઈનફલૂમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp