મતદાનના દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવી પડશે

PC: analyticsindiamag.com

લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી તથા 21-ઉંઝા, 64-ધ્રાંગધ્રા, 77-જામનગર ગ્રામ્ય અને 85-માણાવદર વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી-2019 તા.23/04/2019, મંગળવાર ના રોજ યોજાનાર છે. સને 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સને 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર મતાધિકાર ધરાવતી વ્યક્તિ કોઈપણ ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. ઉક્ત જોગવાઈઓ અન્વયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા ક્રમાંક: ગસ/102019/07/જસર/102019/602/ઘ થી સને  1881 ના વટાઉખત અધિનિયમ હેઠળ ગુજરાત રાજ્યમાં તા.23/04/2019, મંગળવારના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે, જ્યાં વટાઉખત અધિનિયમની જોગવાઈઓ લાગુ પડતી નથી તેવી દુકાનો અને સંસ્થાઓ માટે શ્રમ આયુક્તશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા તા.30/03/2019ના પરિપત્ર ક્રમાંક: શ્રઆ/7/2019/લોકસભા વિ.સભા/પ્રેસ નોટ/249 થી રજા જાહેર કરવામાં આવેલ છે. 

રોજમદાર તરીકે કામ કરતા કર્મચારી/કામદારોના કિસ્સામાં પણ જો તેઓ ફરજ પર હોત અને જે મહેનતાણું/પગાર મેળવત તે મહેનતાણું/પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિકે/નોકરીદાતાએ ચુકવવાનું રહેશે. આ જોગવાઈનું ઉલ્લઘન કરનાર માલીક/નોકરીદાતા દંડ/શિક્ષા પાત્ર રહેશે. જેની સંબંધકર્તા સર્વેએ નોંધ લેવા વિનંતી છે.

આથી ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમ અને અન્ય સંસ્થાઓના માલીકોને જણાવવામાં આવે છે કે તેમના કામદાર/કર્મચારીઓને તા.23/04/2019, મંગળવારના રોજ જ્યાં ચૂંટણીઓ યોજાનાર છે તેવા લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી તથા 21-ઉંઝા, 64-ધ્રાંગધ્રા, 77-જામનગર ગ્રામ્ય અને 85-માણાવદર વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી-2019માં સમાવિષ્ટ વિસ્તારમાં ઉક્ત દિવસે ચૂંટણીઓમાં મતદાન કરવાના હેતુસર રજા આપવી.

(Source: Gujarat Information Department)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp