26th January selfie contest

નકલી એન્કાઉન્ટર કેસવાળા વણઝારા હવે રાજનીતિમાં ઉતરશે

PC: ndtv.com

ગુજરાતમાં નકલી એનકાઉન્ટરના કેસોના કારણે વિવાદાસ્પદ બનેલા પૂર્વ આઇજી ડીજી વણઝારાએ એવો આરોપ મૂક્યો છે નરેન્દ્ર મોદી 2014માં નવી દિલ્હી ગયા પછી રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો મુશ્કેલ સમય શરૂ થયો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતને એક નવા રાજકીય નેતાની જરૂર છે જેને પરિપૂર્ણ કરવા તેઓ તમામ શક્તિ સાથે મેદાનમાં ઉતરશે.

પોતાના ટ્વિટર હેન્ડલમાં ડીજી વણઝારાએ પોસ્ટ મૂકીને વિધાનસભાની ચૂંટણી લડવાનો ઇશારો કર્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય થવા જઇ રહ્યો છે જે ડિસેમ્બરમાં વિજય હાંસલ કરશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમો, ઇસાઇ અને યહુદીઓના દેશમાં રાજસત્તા સાથે ધર્મસત્તા સક્રિય છે તો ભારતમાં કેમ નહીં તેવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો છે અને કહ્યું છે કે ગુજરાતના લોકો તે જવાબ આપશે. ગુજરાતના નવા આદર્શનો અમલ કરશે.

તેમણે લખ્યું છે કે મારે દુખ સાથે જણાવવું પડે છે કે 2014માં નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યારથી ગુજરાતમાં કપરો કાળ શરૂ થયો છે. મુખ્યમંત્રી તરીકે તેમના સ્થાને આવેલા આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી કે ભૂપેન્દ્ર પટેલને પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી.

શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઇ માઇનો લાલ નથી કે જે પર પ્રકાશિત ચંન્દ્રના બદલે સ્વયં પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળથી સત્તા હાંસલ કરે અને રાજ્યને રાજકીય સ્થિરતા આપે તેમજ રાજ્યનો સર્વાંગી વિકાસ કરે.

તેમણે જણાવ્યું કે તેઓ ટૂંકસમયમાં રાજકીય પક્ષ સાથે મેદાનમાં ઉતરશે. સનાતન ધર્મના રક્ષણ માટે 31મી મે સુધીમાં તેઓ દેશવ્યાપી રાજકીય વિઝન સાથે નવા પક્ષની જાહેરાત કરશે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પર ભરોસો કરવા જેવું કંઇ નથી.

ઉલ્લેખનીય છે કે નકલી એનકાઉન્ટરના કેસોના કારણે તેમને સાત વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. ડીજી વણઝારા 2014માં પોલીસ નાયબ મહાનિરીક્ષકના પદ પરથી નિવૃત્ત થયા હતા જેમને સરકારે 2020માં પોલીસ મહાનિરીક્ષકના પદે બઢતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp