સુરતથી પકડાયો નકલી IPS, કોન્સ્ટેબલની ટોપી પહેરી વાહનો પકડીને મેમો ફાડતો

PC: gujarati.news18.com

સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી નકલી IPS અધિકારીને પકડ્યો છે. આ નકલી IPS અધિકારી એક યુવક છે, જે 4 રસ્તા પર વાહનોને પકડીને મેમો ફાડતો હતો. જો કે, આ વ્યક્તિની વર્દી IPS અધિકારીની હતી, પરંતુ ટોપી કોન્સ્ટેબલની હતી. સુરત પોલીસે તેની પાસેથી વૉકી ટૉકી સહિત સાધનો કબજે કર્યા હતા. નકલી IPS બનીને ફરી રહેલા યુવકનું નામ મોહમ્મદ શરમાઝ છે અને તે મૂળ બિહારનો રહેવાસી છે અને અત્યારે ઉધના વિસ્તારમાં રહે છે અને સંચા વિભાગમાં કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ એક અન્ય કેસની તપાસ કરવા ગઈ હતી, ત્યારે આ નકલી અધિકારી તેમની નજરે ચડી ગયો હતો. તેના પર શંકા જતા પોલીસે તપાસ કરી હતી અને આખો મામલો સામે આવી ગયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુરતના ભાઠેના વિસ્તારમાં થયેલા અકસ્માતની તપાસ માટે ઉધના પોલીસ ઘટનાની CCTV ફૂટેજની તપાસ કરી રહી હતી, ત્યારે ઉધના પોલીસે આ નકલી IPS નજરે પડી ગયો અને તેના પર શંકા ગઈ.

પોલીસે તેની પાસેથી પોલીસનું ઓળખ પત્ર માગતા તેણે પોતાનો આધારકાર્ડ આપ્યો હતો અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ પોલીસે મોહમ્મદ શરમાઝ નામના વ્યક્તિની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ વ્યક્તિ જે જગ્યાએ ઉઘરાવવા માટે ઊભો રહ્યો હતો. એ જગ્યાએ ઉધના પોલીસ અકસ્માતના કેસની તપાસ કરતા કરતા પહોંચી હતી. એ જગ્યાએ IPS અધિકારી ઊભો હતો. પોલીસે ત્યાં કોઈ પોઈન્ટ ફાળવ્યો નહોતો, છતા પોલીસ કંઇ બોલ્યા વિના જાય એ અગાઉ જ ઉધના પોલીસકર્મીઓની નજર મોહમ્મદના યુનિફોર્મ પર પડી. તેમાં IPS લખ્યું હતું.

એ વાંચતા જ ઉધના પોલીસ સ્ટેશ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે સુરતમાં આ પ્રકારે કોઈ IPS અધિકારી નહોતો અને ન તો કોઈ અધિકારી બહારથી સુરત આવવાના હતા. જેથી પોલીસે શંકા જતા નકલી IPS અધિકારી પાસે આઈકાર્ડ માગવામાં આવ્યો હતો. તો મોહમ્મદે આઈકાર્ડની જગ્યાએ આધારકાર્ડ આપતા પોલીસની શંકા હજુ વધી અને પૂછપરછ કરતા આ યુવક નકલી IPS બન્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મોહમ્મદ શરમાઝ નામના યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી IPS ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ તેણે કેટલાક લોકોને ફસાવ્યા કે લૂંટ્યા તેની જાણકારી હાલમાં મેળવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp