ખેડૂતોએ ગુજરાતના લોકોને કેળા ખાતા કરી દીધા, કેળા ખાવામાં ગુજરાતના લોકો અવ્વલ

PC: khabarchhe.com

71 કિલો કેળા માણસ દીઠ ગુજરાત વર્ષે પેદા કરે છે.  ગુજરાતે માણસ દીઠ 15 કિલો કેળાનું ઉત્પાદન 10 વર્ષમાં કરી બતાવ્યું છે. મહિને 6 કિલો કેળા દરેક માણસ ખાય છે. આમ કેળાનું જબ્બર ઉત્પાદન ખેડૂતો કરી શક્યા છે. ગુજરાત સરકારે કેળાના ઉત્પાદન અંગે હમણાં જ એક અહેવાલ જાહેર કર્યો છે. ભારતના લોકો વર્ષે 23 કિલો કેળા ખાય છે. તેની સામે ગુજરાતમાં 71 કિલો કેળા પાકે છે. જે મોટા ભાગે ગુજરાતમાં જ ખવાય જાય છે. ભારતના લોકો કરતાં 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. શ્રાવણ માસમાં કેળાહાર વધી જાય છે. આમેય ગુજરાત પહેલાથી શાકાહારી પ્રદેશ છે. અને હવે રાંધેલા ખોરાકના બદલે કાચો કુદરતી ખોરાક ખાનારાઓ વધી રહ્યાં છે. જે સસ્તા કેળાની ખપતમાં થઈ રહેલો વધારો બતાવે છે. 3.10 કરોડ ટન કેળા આખા દેશમાં પાકે છે. ગુજરાતમાં સપ્ટેમ્બર અને નવેમ્બરમાં કેળા વધારે પાકે છે.

કેટલું ઉત્પાદન

2008-09માં ખેડૂતો 35.72 લાખ ટન કેળા પેદા થતાં હતા, જે વધીને 2018-19માં 46 લાખ ટન કેળા થવા લાગ્યા છે. આમ સીધો 10 લાખ ટનનો વધારો થયો છે. 2017-18માં 44.72 લાખ ટન કેળા થયાં હતા. એક જ વર્ષમાં 1.30 લાખ ટનનું ઉત્પાદન વધી ગયું હતું. 27-28 ટકાનો વધારો ઉત્પાદનમાં થઈ શક્યો છે. હેક્ટરે લગભગ 65.63 ટન કેળા પાકે છે.

બાગ વધ્યા

61 હજાર હેક્ટરમાં 2008-09માં કેળા પાકતાં હતા જે 2018-19માં વધીને 70 હજાર હેક્ટર બગીચા થયા છે. આમ વાવેતર વિસ્તાર 14.75 ટકાનો વાવેતર વિસ્તાર વધ્યો છે. આમ વાવેતરની સામે ઉત્પાદકતાં પણ હેક્ટરે વધી છે તેથી આ જંગી ઉત્પાદન થઈ શક્યું છે.ભારતમાં 8.58 લાખ હેક્ટરમાં કેળાના બગીચા છે. 3.10 કરોડ ટન કેળા પાકે છે. અને હેક્ટરે 36200 કિલો કેળા પાકે છે. ભારતમાં ગામડાંના લોકો મહિને 2 કિલો અને શહેરના લોકો મહિને 4.50 કિલો કેળા ખાય છે.

ક્યાં સૌથી વધું કેળા પાકે છે

ભરૂચ, આણંદ, સુરત અને વડોદરામાં કેળા સૌથી વધું પાકે છે. આ 5 જિલ્લામાં 31.61 લાખ ટન કેળા 2008-09માં થતા હતા. આમ 35.71 લાખ ટનમાંથી માત્ર 4 લાખ ટન કેળા જ બીજે થતાં હતા. મતલબ કે આ 5 જિલ્લા 92 ટકા કેળા પેદા કરતાં હતા.

2018-19માં નર્મદા, ભરૂચ, આણંદ, સુરત, વડોદરા, દાહોદ અને છોડા ઉદેપુર જિલ્લામાં કુલ 7 જિલ્લામાં  38 લાખ ટન કેળા થયા હતા. જે કુલ ઉત્પાદન 46 લાખ ટનના 8 લાખ ટન બીજા વિસ્તારમાં થતાં હતા. જે 10 ટકાની આસપાસ છે. આમ 90 ટકા કેળા આ 7 જિલ્લાઓમાં થાય છે. સૌરાષ્ટ્રમાં માંડ 3.43 લાખ ટન કેળા પાકે છે. આખા સૌરાષ્ટ્રના 12 જિલ્લાથી બે ગણા કેળા એકલા સુરતના ખેડૂતો પકવી જાણે છે. કેળામાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લા સદંતર પછાત છે.

સૌથી વધું કેળા 9 લાખ ટન ભરૂચમાં પાકે છે. આણંદમાં 8 લાખ ટન, સુરત અને નર્મદામાં 6 લાખ ટન કેળા પાકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp