વેરાવળમાં પિતાએ દીકરીને એવા કારણસર મારી નાખી કે આપણું પણ લોહી ઉકળી ઉઠે

PC: dainikbhaskar.com

દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે પરંતુ વેરાવળના તાલાલાના એક ગામમાં એક પિતાએ દીકરીને બોજો સમજીને તેને મારમારી ઝેરી દવા પીવડાવીને હત્યા કરી નાંખી હતી. ત્રણ મહિના પહેલાં બનેલી આ ઘટના પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા બહાર આવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

રિપોર્ટ અનુસાર વેરાવળના તાલાલા તાલુકાનાં ઇણાજ ગામે રહેતા માલદે સોલંકીને 16 વર્ષની પુત્રી હતી અને તે વેરાવળમાં આવેલી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. પુત્રીની માતા કંચનબેન તેને ભણાવવા માટે ખૂબ સંઘર્ષ કરતી હતી પરંતુ પિતા માલદે પુત્રી હિરલને ભણાવવા માંગતો ન હતો. પતિ-પત્નીના વિચાર સહમત ન થતાં બંને વચ્ચે દીકરીને ભણાવવાની બાબતને લઈને અવારનવાર ઝઘડો થતો હતો. 29 સપ્ટેમ્બર 2019ના રોજ આ બાબતે પતિ પત્ની વચ્ચે માથાકુટ થઇ હતી ત્યારે માલદે તેની પત્ની કંચનને માર માર્યો હતો અને એક રૂમમાં પૂરી દીધી હતી, ત્યારબાદ બાજુના રૂમમાં જઈને પુત્રી હિરલના હાથ પગ બાંધી દીધા હતા અને તેને વાયરથી મારી ઝેરી દવા પીવડાવી હતી. ઝેરી દવા પીવાના કારણે હિરલનું મોત નીપજ્યું હતું.

દીકરીને મોતને ઘાટ ઉતાર્યા પછી માલદેએ પત્ની, પુત્ર અને પુત્રીને આ વાત કોઈને કહી તો મારી નાંખશે તેવી ધમકી આપી હતી. માલદેની ધમકીથી ડરી માતા, પુત્ર અને પુત્રી ચૂપ રહ્યા હતા પરંતુ આ ઘટનાના ત્રણ મહિના પછી માલદે અને કંચનબેન વચ્ચે ઝઘડો થતાં કંચનબેનને સમગ્ર મામલે પોલીસને હકીકત જણાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારા પિતા માલદેની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે મૃતક હિરલની નાની બહેનનું પણ નિવેદન નોંધ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp