અનંત- રાધિકાના જ્યાં પ્રી-વેડીંગ થવાના છે તે રિલાયન્સ ગ્રીન્સ વિશે જાણો

PC: divyabhaskar.co.in

આખી દુનિયામાં અત્યારે એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડીંગની ચર્ચા ચાલે છે. 1 માર્ચથી 3 માર્ચ 3 દિવસ માટે ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સમાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.

જામનગરથી 30 કિ.મી. દુર હાઇવે પર રિલાયન્સ રિફાઇનરી આવેલી છે અને તેની બીજી તરફ રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપ છે. આ એક હાઇસિક્યોરીટી ઝોન છે. 500 એકર વિસ્તારમાં રિલાયન્સ ગ્રીન્સ ફેલાયેલું છે, જેમાં અનંત-રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગના કાર્યક્રમો થવાના છે.

આ ટાઉનશીપમાં અંબાણી પરિવારાનો વિશાળ બંગલો પણ આવેલો છે અને બંગલા બહાર 180 વર્ષ જૂના 2 ઓલિવ ટ્રી રોપવામાં આવ્યા છે, જે સ્પેનમાં ઉગ્યા હતા. પ્રી-વેડીંગના 2 મહિના પહેલા રિલાયન્સ ગ્રીન્સમાં મહેમાનો માટે 150 બંગલા બનાવવામાં આવ્યા હતા. આ બંગલી મહેમાનોની પસંદગીને અનુરૂપ બનાવવમાં આવ્યા છે, એ રીતે ફર્નિચર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp