હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાણો ઠંડી અને માવઠાને લઇ શું આગાહી કરી

PC: youtube.com

દેશમાં ઠંડીને લઇને હવામાન વિભાગ દ્વારા એક મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડશે. દેશમાં સૌથી વધારે ઠંડી દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પડવાનું હવામાન વિભાગ શક્યતા દર્શાવી રહ્યુ છે. હવામાન વિભાગની સાથે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અને માવઠાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડીનું પણ પ્રમાણ વધશે. તાપમાનનો પારો ગગડતાં ન્યુનતમ તાપમાં 12 ડિગ્રી રહેવાની શકતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ભારતમાં પહેલી ડિસેમ્બરના રોજ વરસાદ થવાની પણ શક્યતા પણ વ્યક્ત કરી છે અને ઉત્તર ભારતના ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. 15,16 અને 17 ડિસેમ્બરના રોજ માવઠા બાદ 22 ડિસેમ્બરના રોજ ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થવાના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે.

મહત્ત્વની વાત છે કે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી બરફ પડી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ગુજરાતનું તાપમાન નીચું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતનું તાપમાન હજી વધારે નીચે જાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હિમવર્ષાની સૌથી વધારે અસર ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળશે અને આગામી બે દિવસ આ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધશે. આ ઉપરાંત નિવાર વાવાઝોડાના કારણે આંધપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરી જેવા રાજ્યોની સ્થિતિ કફોળી બની છે. હાલ આ વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ વાવાઝોડાની અસરના કારણે ઘણા રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેરલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ અંદમાનમાં પણ વારસદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રવિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું અને ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. શનિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી હતું અને ન્યુનતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. ખેતરોમાં ઉભા પાક પર બરફ જામેલો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસોમાં તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp