Video: વલસાડમાં ટ્રેનમાં આગ ફાટી નિકળી, ધુમાડાને ગોટે ગોટા વળી ગયા. 2 ડબ્બા...

PC: hindustantimes.com

હજુ થોડા દિવસ પહેલાં જ વડોદરામાં એક ટ્રેન આગ ભભુકી ઉઠી હતી હવે એવા સમાચાર સામે આવ્યા છે કે શ્રી ગંગાનગર હમસફર એક્સ્પ્રેસ ટ્રેનમાં ગુજરાતના વલસાડ પાસે આગ ફાટી નિકળી હતી અને ટ્રેનના ડબ્બાઓમાંઘી ધુમાડાના ગોટે ગોટે વળી ગયા હતા. તાત્કાલિક ટ્રેનને થોભાવી દેવામાં આવી છે, યાત્રીઓને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

જાણવા મળેલી વિગત મુજબ શનિવારે તિરુચિરાપલ્લી જંકશનથી રાજસ્થાનના ગંગાનગર તરફ ટ્રેન જઇ રહી હતી ત્યારે વલસાડ મુંબઇથી અમદાવાદ જઇ રહેલી હમસફર ટ્રેન જ્યારે વલસાડના છીપવાડ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક ભયાનક આગ ફાટી નિકળી હતી. આ આગ ટ્રેનના જનરેટર ડબ્બામાં લાગી છે. યાત્રીઓને ટ્રેનમાંથી પહેલાં ઉતારી દેવામાં આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સદનસીબે કે કોઇ જાનહાની કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી.

પ્રારંભિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે ગર્મી અને શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હશે.

જે ટ્રેનમાં વલસાડ પાસે આગ લાગી છે તે ટ્રેનનો નંબર છે 22498 અને ટ્રેનનું નામ શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ છે.

જાણવા મળેલી વિગત મુજબ આ ઘટના શનિવારે બપોરે 2 વાગ્યેને 20 મિનિટે બની હતી. ઘટનાની જાણ થતા રેલવેવા અધિકારીઓ અને ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. આગની ઘટનાને પગલે ટ્રેનને વલસાડ પાસે જ અટકાદી દેવામાં આવી છે.

જાણવા મળેલી વિગત મુજબ લગભગ દોઢ કલાકની મહેનત પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને 2 ડબ્બા આગની ઝપેટમાં આવી ગયા હતા.

આગની ઘટના બની હોવાની મુસાફરોને ખબર પડતા બધાના જીવ પડીકે બંધાયા હતા, પરંતુ સદનસીબે બધા મુસાફરોને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા છે અને તંત્ર પણ મોટી અનહોની અટકી જતા હાશકારો લીધો છે.

હજુ એક સપ્તાહ પહેલાંની જ વાત છે ગુજરાતના દાહોદ પાસે આવેલ જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનની પાછળ જોડેલા એન્જિન પાસેના ફર્સ્ટ ક્લાસ કોચમા ધુમાડો દેખાતા તાત્કાલિક ટ્રેનને રોકી મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોચમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી. આ આગના બનાવને પગલે પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા આણંદ-ડાકોર મેમુ ટ્રેન રદ્દ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp