નવા સત્રની શરૂઆતમાં સુરતની બીજી શાળામાં આગ લાગવાની ઘટના સામે આવી

PC: youtube.com

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને લઇ લોકોનો રોષ હજુ શાંત નથી થયો. ત્યાં તો સુરતની એક પછી એક સ્કૂલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓના કારણે તંત્રની પણ કેટલીક બેદરકારી સામે આવી રહી છે. હજુ પણ સુરતમાં ઘણી શાળાઓ ફાયરની NOC વગર ધમધમી રહી છે. આજે પણ સુરતમાં એક શાળામાં આગ લાગવાની ઘટના બની હતી. સદનસીબે સવારે બાળકો શાળાની બહાર હોવાના મોટી દુર્ઘટના થતા ટળી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

એક રીપોર્ટ અનુસાર સુરતના દાંડી રોડ પર આવેલી પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. શાળા સમારકામ થતું હોવાના કારણે બાળકો શાળાની બહાર જ ઉભા હતા. તે સમયે જ આગ લાગવાના કારણે ઘટનાના કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટરો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. થોડા સમયમાં જ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. જે શાળામાં આગ લાગી હતી. તે શાળા પાસે ફાયરની NOC ન હોવાના કારણે જ્યાં સુધી શાળાના સંચાલકો દ્વારા NOC નહીં મેળવવામાં આવે. ત્યાં સુધી શાળાને સીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નવા સત્ર શરૂ થયાના પહેલા જ દિવસે સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ દીપચંદ સ્કૂલમાં બાળકો જયારે શાળામાં હતા. ત્યારે મીટર પેટીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ શાળામાં જ કામ કરતા એક વ્યક્તિને થતા તેને તુરંત જ ફાયર સેફટીના સાધનની મદદથી આગને ઓલવી નાંખી હતી. જેના કારણે કોઈ પણ જાનહાની થઈ ન હતી. આ શાળામાં થોડા દિવસે પહેલા ફાયર સેફટીના સાધનો અને આગથી બચવાની માહિતી આપતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના શિક્ષકો અને કામ કરતા તમામ લોકોને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવાની માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પના કારણે ફાયર ફાયટરની મદદ વગર જ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરીને શાળાના કર્મચારીએ જ આગ ઓલવી નાંખી હતી. જેના કારણે મોટી જાનહાની ટળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp