ભાજપના પાંચેય પક્ષપલટુ ઉમેદવાર ગત વખત કરતા પણ વધારે લીડથી જીત્યા

PC: twitter.com/vijayrupanibjp

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના 8 ધારાસભ્યોએએ રાજીનામું આપતા પેટાચૂંટણીનું નિર્માણ થયું હતું, 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણીનું મતદાન થયું હતું અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાઇ હતો.

જેમાં કોંગ્રેસના ભાગે એક પણ બેઠક આવી નથી, ભાજપે કોંગ્રેસની આઠે-આઠ બેઠક પર કબજો કર્યો છે. આઠ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે કરજણ, મોરબી, કપરાડા, ધારી અને અબડાસા બેઠક પરથી કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુને ટિકિટ આપી હતી અને પાંચેય પક્ષપલટુનો ગત વખત કરતાં વધારે મતથી વિજય થયો છે.

ભાજપના કરજણ બેઠકના ઉમેદવાર અક્ષય પટેલ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર સતિષ પટેલની સામે 3,564 મતની લીડથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પક્ષપલટો કરીને અક્ષય પટેલ કરજણ બેઠક પરથી જ ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા અને 16,425 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટીસિંહ જાડેજાની સામે જીત્યા.

ભાજપના મોરબી બેઠકના ઉમેદવાર બ્રિજેશ મેરજા વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની સામે 3,419 મતની લીડથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પક્ષપલટો કરીને બ્રિજેશ મેરજા ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા અને 4,649 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલની સામે જીત્યા.

ભાજપના કપરાડા બેઠકના ઉમેદવાર જીતુ ચૌધરી વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર માધુ રાઉતની સામે 170 મતની લીડથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પક્ષપલટો કરીને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા અને 47,066 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠાની સામે જીત્યા.

ભાજપના ધારી બેઠકના ઉમેદવાર જે.વી. કાકડિયા વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર દિલિપ સંઘાણીની સામે 15,336 મતની લીડથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પક્ષપલટો કરીને જે.વી. કાકડિયા ધારી બેઠક પરથી જ ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા અને 17,209 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાની સામે જીત્યા.

ભાજપના અબડાસા બેઠકના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર છબીલ પટેલની સામે 9,746 મતની લીડથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પક્ષપલટો કરીને તેઓ આ બેઠક પરથી જ ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા અને 36,778 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીની સામે જીત્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp