ક્ષત્રિય સમાજ મોટું મન રાખે: સી આર પાટીલ

ભાજપના નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં જે ટીપ્પણી કરી હતી તેને કારણે ક્ષત્રિય સમાજ છેલ્લાં 10 દિવસથી રોષે ભરાયેલો છે અને રૂપાલાને બદલવાની જીદ પર અડીને બેઠેલો છે. ભાજપે ઘણી વખત ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી,

પરંતુ ક્ષત્રિય સમાજને મનાવવામા નિષફળતા મળી છે. હવે સોમવારે સી આર પાટીલના ગાંધીનગરના બંગલે એક બેઠક બોલાવવામા આવી હતી, જેમાં જુના જોગીઓને યાદ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આઇ કે જાડેજા, કેસરીદેવ સિંહ, જયરાજ પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

મીટિંગ પછી સી આર પાટીલે કહ્યું હતું કે,આજે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠક કરી, રોષ છે તે સ્વાભાવિક છે, ક્ષત્રિય સમાજના લોકો મોટું મન રાખીને માફ કરો તેવી અમારી વિનંતી છે. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને મામલો થાળે પાડવાની જવાબદારો સોપાઈ. આવતી કાલે સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp