પૂર્વ CM શંકરસિંહ વાઘેલા શું નવા-જૂની કરવાના છે?

PC: facebook.com/ShankersinghBapu

ગુજરાતના શક્તિશાળી નેતા અને પૂર્વ CM શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં સક્રિય થશે. અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે પોતાની પાર્ટી પ્રજા શક્તિ ડેમોક્રેટિકને સક્રિય કરી હતી પરંતુ ત્યાર પછી તેમણે તેમાં ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા. હવે 'બાપુ' ફરી રાજકારણમાં આવવાની તૈયારી કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાની સાથે જ ગુજરાતમાં મોટી રાજકીય હલચલ સામે આવી છે. રાજ્યના પૂર્વ CM શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકારણમાં સક્રિય થઈ શકે છે. સૂત્રોનો ઉલ્લેખ કરીને માહિતી બહાર આવી છે કે, શંકરસિંહ વાઘેલા 84 વર્ષની ઉંમરે ફરી રાજનીતિમાં એન્ટ્રી લેશે. વાઘેલા લાંબા સમયથી રાજકારણથી દૂર છે. તેમના પુત્રએ કોંગ્રેસની ટિકિટ પર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તે હારી ગયો હતો.

હવે માહિતી સામે આવી છે કે, શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક' પાર્ટીની જાહેરાત કરીને રાજકારણમાં સક્રિય થશે. રાજકારણમાં લાંબી ઇનિંગ રમી ચૂકેલા શંકરસિંહ વાઘેલા પોતાના સમયમાં 11 વખત રાજકીય ઉથલ પાથલ કરી ચુક્યા છે. શંકરસિંહ વાઘેલા લાંબા સમયથી ગુજરાત મોડલ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી લાગુ કરવાની ખુલ્લેઆમ હિમાયત કરી હતી. વાઘેલા કહે છે કે, હવે દારૂબંધી હટાવી દેવી જોઈએ. તાજેતરમાં એવી ચર્ચા ચાલી હતી કે, શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા છે, જોકે આ મુલાકાતની વધુ વિગતો બહાર આવી નથી. વાઘેલા તેમના સમર્થકો અને ચાહકોમાં 'બાપુ'ના નામથી લોકપ્રિય છે.

વાઘેલા 23 ઓક્ટોબર 1999ના રોજ રાજ્યના 12મા CM બન્યા હતા. ત્યારે તેમણે BJPથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી. તેઓ 1 વર્ષ અને 5 દિવસ CM રહ્યા હતા. આ પછી દિલીપ પરીખને CM બનાવવા પડ્યા. દિલીપ પરીખ 188 દિવસ સુધી CM રહ્યા હતા. આ પછી રાજ્યમાં BJPની મોટી જીત પછી કેશુભાઈ પટેલ અને ત્યાર પછી નરેન્દ્ર મોદી CM બન્યા. શંકરસિંહ વાઘેલા તેમના પક્ષને ફરીથી સક્રિય કરે તેવી અટકળો એવા સમયે બહાર આવી છે, જ્યારે રાજ્યમાં ટૂંક સમયમાં પંચાયતની ચૂંટણી યોજાવાની છે.

શંકરસિંહ વાઘેલા ભલે PM નરેન્દ્ર મોદીને વધારે નથી મળતા, પરંતુ PM મોદી સાથે તેમની ગાઢ મિત્રતા છે. રાજ્યમાં BJPને મજબૂત કરવા માટે શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, કેશુભાઈ પટેલ અને કાંશીરામ રાણાને યાદ કરવામાં આવે છે. તાજેતરમાં શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં ક્ષત્રિય મંચને સક્રિય કર્યું હતું. શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં કાપડ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પણ એક વખત જીતી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp