કોંગ્રેસના પૂર્વ મંત્રી નારણ રાઠવા ભાજપમાં કેમ જોડાઇ ગયા

કોંગ્રેસના પૂર્વ મંત્રી અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા નારણ રાઠવા મંગળવારે ગાંધીનગરમાં ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને ખેસ પહેરીવાને સ્વાગત કર્યું હતું. નારણ રાઠવાની સાથે તેમનો પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાઇ ગયા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રાઠવા તેમના 10000થી વધારે કાર્યકરોને પણ ભાજપમાં સામેલ કરી દીધા છે.

છોટાઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓ વર્ષ 2004માં મનમોહન સિંહની સરકારમાં રેલવે રાજ્યમંત્રી હતી અને અત્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેમનો રાજ્યસભા સાંસદ તરીકેનો કાર્યકાળ એપ્રિલ 2024માં પુરો થાય છે, તે પહેલા જ તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp