સુરતમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપનમાં પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ હાજર રહ્યા
વેસુ ખાતે 28 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી D. C. Patel બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 230 ટીમોએ મળી જેમાં 500 બહેનો અને 1800 ભાઈઓ એમ કુલ 2300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેનું આજરોજ ફાઇનલ મેચો સાથે સમાપન થયું હતું.
આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચના અંતે બોયઝ કેટેગરીમાં ધ લીજેંડ અને ગર્લ્સ કેટેગરીમાં થન્ડર ક્વીન ટીમ વિજેતા બની હતી. બંને વિજેતા ટીમોને ક્રિકેટર મુનાફ પટેલ અને કુલપતિ ડૉ. કે. એન. ચાવડાના હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. જ્યારે બોયઝ કેટેગરીમાં ઇન્વિસિબલ ટાઇટન્સ રનર્સ અપ અને ડ્રીમ 11 ટીમ ફર્સ્ટ રનર્સ રહી હતી.
બેસ્ટ બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ નો ખિતાબ વિવેક જૈન ને મળ્યો હતો અને બેસ્ટ બોલર તરીકે ટુર્નામેન્ટમાં 11 વિકેટ લેનાર અભિષેક અને બેસ્ટ ફિલ્ડર તરીકે સક્ષમ બજાજના નામની જાહેરાત કરાઈ હતી. તેવી જ રીતે ગર્લ્સ કેટેગરીમાં સિસ્ટમ સ્કવોડ રનર્સ અપ અને સ્ટાર લાઇટર્સ ટીમ ફર્સ્ટ રનર્સ અપ રહી હતી. જ્યારે બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ જાનવી એ મેળવ્યો જે સારદાયતન સ્કૂલની વિદ્યાર્થીની તો ફાઇનલ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચનો ખિતાબ કરીના પટેલે મેળવ્યો હતો અને બેસ્ટ બોલર તરીકે મહેક તો બેસ્ટ ફિલ્ડર તરીકે રાણી તિવારીના નામની જાહેરાત કરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp