26th January selfie contest

તિરંગાનું અપમાન કરવામાં નેતાથી લઇને અભિનેતા, પણ પગલા સામાન્ય માણસ પર જ

PC: wikimedia.org

રાષ્ટ્રધ્વજના દૂરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતા રહ્યાં છે. રાષ્ટ્ર ધ્વજના રંગમાં લોકો થાપ ખાઈ જાય છે. કેસરી રંગ ઉપર રહેવો જોઈએ તેના બદલે લીલો રંગ ઉપર રાખવાની કેટલીક ઘટનાઓ બની રહી છે. ભાજપના નેતાઓની હાજરીમાં આવી અનેક ઘટનાઓ બની છે. ધ્વજ સંહિતા પ્રમાણે રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

વાયબ્રન્ટમાં ઊંધો ધ્વજ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 યોજાઈ તે વેળાએ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સરખેજ હાઇવે પર સરગાસણ ચોકડી પાસે 16 જાન્યુઆરીએ લગાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજમાં ભારતનો તિરંગો ઊંધો લગાવ્યો હતો.

ભાજપની રેલીમાં રાષ્ટ્રધ્વજ ઊંધો દર્શાવાતા FIR થઈ

જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં ભાજપના વરિષ્ઠ નેતા રાજીવ જસરોતિયા દ્વારા યોજવામાં આવેલી એક રેલીમાં 29 સપ્ટેમ્બર 2018માં ભારતીય રાષ્ટ્રધ્વજ ઉંધો દર્શાવવામાં આવતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સુરતમાં શાળા સામે ફરિયાદ

પ્રજાસત્તાક દિવસે 2016માં સુરતના ચોક બજારમાં આવેલી આઇ.પી. મિશન હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતા એક નાગરિકનું ધ્યાન દોરતા તેમણે સ્કૂલ સંચાલકોનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ બરોબર ફરકાવડાવ્યો હતો. ફરકાવતા સંસ્થા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાયેલી છે.

કચ્છમાં મોટરબાઈક પર ઊંધો ધ્વજ રાખતા પોલીસ ફરિયાદ

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કચ્છના ગાંધીધામના લીલાશાહનગર વિસ્તારમાં રહેનાર નિખિલ હરીશકુમાર ભાવનાની વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ યુવાન આદિપુરના કોલેજ સર્કલ પાસે ઊભો હતો, તેણે તેની બાઇકમાં સુઝુકી કંપનીના લોગોવાળો ધ્વજ તથા ભારતનો અડધી કાઠીએ ઊંધી હાલતમાં રાષ્ટ્રધ્વજ લગાડયો હતો. રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આ યુવાન વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1972ની કલમ 2 મુજબ ગુનો નોંધી તેની અટક કરવામાં આવી હતી.

પતંગ હોટેલ સામે કોઈ કાર્યવાહી નહીં

26 જાન્યુઆરી 2009માં પતંગ હોટેલ ઉપર રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવાયો હતો. અમદાવાદના રાજેશ બ્રહ્મભટ્ટે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 9 વર્ષથી હોટેલના માલિક ઉમંગ ઠક્કર અને હોટેલના જનરલ મેનેજર રાજુ દેસાઈ સામે કોઈ કાર્યવાહી કરી નથી. કો‌ર્ટમાં આ કેસ વર્ષોથી ચાલતો રહ્યો છે. પોલીસે આખરે સી’ સમરી ભરી દીધી હતી. પણ તે કો‌ર્ટે ફગાવી દીધી હતી. પોલીસ દર વર્ષે નાગરિકો માટે એડ્વાઈજરી જાહેર કરે છે. પણ પોતાના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના અધિકારી સામે કોઈ પગલાં લીધા નથી.

ભાજપના ઋત્વિજ પટેલ સામે ફરિયાદ

ભાજપ યુવા મોરચનાં રાષ્ટ્રીય અધ્યક્ષા પુનમ મહાજન અને ગુજરાત ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ઋત્વિજ પટેલે કરેલા રાષ્ટ્રધ્વજનાં અપમાન બદલ નવસારીમાં 2017માં ફરીયાદ કરવામાં આવી હતી. નવસારી ખાતે PAASનાં કન્વીનર કનુભાઈ સુખડીયા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. પુનમ મહાજન અને ઋત્વિજ પટેલ સહિત ભાજપનાં ધારાસભ્યો-સાંસદોએ તિરંગા યાત્રાનાં પ્રારંભ ટાણે રાષ્ટ્રધ્વજને ઉંધો ફરકાવી 70માં આઝાદ દિનની ઉજવણી પહેલા મોટો ગુનો કરેલો હતો. પુનમ મહાજન, ઋત્વિજ પટેલ, 10 ધારાસભ્યો અને 3 સાંસદો સામે કન્વેશન સેન્ટરનાં વીડિયો ફૂટેજનાં આધારે તપાસ કરી પગલા ભરવાની જરૂર હતી.

રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને માર મરાયો

સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવાને 21 ઓગસ્ટ 2018માં ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફાડી નાખતા લોકો જબરદસ્ત વિફર્યા હતા અને યુવાનને જાહેરમાં ઢોર માર માર્યો હતો. યુવાન પાસે ધ્વજ પકડાવીને માફી મંગાવી હતી અને ભારત માતા કી જય બોલાવડાવ્યું હતું. પછી જ લોકોનો ગુસ્સો શાંત થયો હતો. વીડિયો વાયરલ થયો હતો.

CM યોગી સામે અપમાન

2018માં મોરેશિયસના પ્રવાસે ગયેલા CM યોગી આદિત્યનાથ સામે જ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હતું. મુલાકાતીઓની પુસ્તકમાં સહી કરવા માટે જ્યાં બેઠા હતા ત્યાં તિરંગો ઊંધો લગાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મોરેશિયસના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા માફી માંગવામાં આવી હતી.

શાળામાં અપમાન

15 ઓગસ્ટ 2018બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં કપાસિયા ગામની શાળાના સત્તાધીશોએ રાષ્ટ્રધ્વજને ઉલટો ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ઉલટો ફરકાવ્યાનો વીડિઓ વાઇરલ થતા આચાર્ય અને શિક્ષકો સહિતના સ્ટાફની બેદરકારી સામે આવી હતી.

હાર્દિક પટેલ સામેનો કેસ પરત ખેંચવો પડ્યો

રાજકોટની રેલી દરમિયાન પાટીદાર આગેવાને હાથમાં રાષ્ટ્ર ધ્વજ પકડીને ફરકાવ્યો હતો. જેને ગુનો ગણીને કેસ કરવામાં આવ્યો હતો. પણ પછી સરકારે તે કેસ પરત ખેંચવો પડ્યો હતો. પાસે આરોપ મૂક્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અગાઉ અને સ્મૃતિ ઈરાની દ્વારા ધ્વજને ડૂચો વાળી દેવાની ઘટના બની હતી. પણ તેમાં કોઈ જ પગલાં લેવાયા નથી.

સુરતમાં ડીડીઓ પણ રાષ્ટ્રધ્વજમાં

રાષ્ટ્રીય પર્વમાં સુરતના કામરેજના ડુંગરા ગામે રાષ્ટ્રધ્વજનું અપમાન થયું તેના આઠ મહિના બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા વિપક્ષના સભ્ય દર્શન નાયકે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 4 એપ્રિલ 2018માં હોબાળો મચાવ્યો હતો. ડીડીઓ કે.રાજેશ અને નાયક ની વધુ એક વાર જામીન મળી ગયા હતા. ડીડીઓને કહ્યું હતું કે રાષ્ટ્રધ્વજ મોટો કે અધિકારી મોટા.

દેશ ભક્ત અન્ના હજારે

ઉત્તર પ્રદેશમા જૌનપુરના સીજેએમ કોર્ટે શનિવારે સમાજસેવક અણ્ણા હજારે સામે લાઈન બજાર મથકમાં રાષ્ટ્ર ધ્વજના અપમાન બદલ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. 29 જુલાઇ 2013ના રોજ ટીડી કોલેજ મેદાનમાં કરેલ જાહેરસભાના આયોજનમાં અણ્ણા હજારે ઇનોવા કાર લઇને આવ્યા હતા. તેમની કારના બોનેટ પર તિરંગાને ચોટાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને જમીન કે એવી જગ્યા પર આડોના પાડી શકાય.

અક્ષય કુમારે તસ્વીર દૂર કરી

વિમેન્સ વર્લ્ડ કપની 23 જૂલાઇના રમાયેલી ભારત-ઇંગ્લેન્ડની ફાઇનલ મેચમાં બોલિવુડનો સ્ટાર અક્ષય કુમાર પણ લોર્ડ્સના મેદાન પર પ્લેયર્સને સપોર્ટ કરવા માટે પહોંચ્યો હતો. આ સમયે અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હાથમાં રાષ્ટ્રધ્વજને લઇને એક ફોટો પોસ્ટ કર્યો હતો. પરંતુ આ ફોટોમાં અક્ષયે હાથમાં ઉંધો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને કેમેરામાં ક્લિક થઈ ગયો હતો. આ કારણે તેને ટિ્વટર પર ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. જોકે અક્ષયને જ્યારે તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે અક્ષય ફોટો ડિલીટ પણ કર્યો અને પણ માફી માંગી લીધી હતી.

ભાજપના સાંસદ પણ

ભારતીય જનતા પક્ષના સાંસદ રેખા વર્મા દ્વારા ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં 71માં સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ઊંધા તિરંગા સાથે ફોટો પડાવવાનો મામલો સામે આવ્યો હતો. ભાજપ સાંસદે ઊંધા તિરંગા સાથે તસવીર ખેંચી હતી. સાંસદનો આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. 2002માં ઝંડા સંહિતા

શું મહત્ત્વ છે ધ્વજનું

રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વાજ સંહિતા 2002માં એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ્વજ સંહિતા - ભારતની જગ્યાએ ભારતીય ધ્વજ સંહિતા - 2002 ના રોજ 26 જાન્યુઆરી 2002થી લાગૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp