સુરતમાં મહિલા વકીલોના ગરબા

PC: Khabarchhe.com

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ એક્ટિવ કમિટીના કન્વીનર પ્રીતિ જીગ્નેશ જોશી, સહ કન્વીનર ચેતના શાહ, સંગીતા ખૂટ અને મનીષા શાહ દ્વારા સાંસ્કૃતિક પરંપરાગત ગરબાનું પ્રથમ નોરતાએ જીવન વિકાસ ટ્રસ્ટ અડાજણ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે સરકારી નોટિફિકેશન મુજબ ડોક્ટરોની ટીમની  પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ડોક્ટર સોનિયાબેન ચંદાની અને તેમની એમડી ડોક્ટરોની ટીમ ડોક્ટર અંજુમન અને ડોક્ટર  મહિમા ખાસ ઉપસ્થિત રહેલા અને આ તબીબી ટીમનું તેઓની વિનામૂલ્યે સેવા બદલ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું.

તબીબી ટીમ દ્વારા વિનામૂલ્ય તબીબી સહાય પૂરી પડી રહે તે માટેનું આયોજન કરવામાં આવેલું. આ ગરબામાં અંદાજે 250 મહિલા વકીલોએ ભાગ લીધો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp