ગિરનારની પરિક્રમા શરૂ, 5 દિવસ ચાલશે, જાણો ઇતિહાસ

કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે દેવદિવાળી સુધી ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગિરનાર ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા દર વર્ષે થાય છે. લાખો શ્રધ્ધાળુઓ દેશભરમાંથી અહીં પરિક્રમા કરવા આવે છે. 36 કિ.મીની પરિક્રમા લોકો કરે છે અને ધન્યતા અનુભવે છે.

 એવું કહેવાય છે કે ગિરનાર પરિક્રમા 18મી સદીથી શરૂ થઇ હતી. તે સમયના જૂનાગઢના દિવાન અનંત વસાવડાએ પરિક્રમા જેઠ મહિનામાં શરૂ કરાવેલી એ પછી સમયાંતરે બદલાવ થયો અને વર્ષોથી કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી હવે ગિરનાર પરિક્રમા થાય છે.

એક એવી પણ વાયકા છે કે ભગવાન કૃષ્ણએ ગિરનારની પહેલી પરિક્રમા કરેલી. ગિરનારના 5 પર્વતો પર કુલ 866 મંદિરો આવેલા છે અને 11000 પગથિયાં છે. ગિરનારની ભવનાથ તળેટીથી યાત્રા શરૂ થાય છે અને દામોદર કુંડ પાસે સ્નાન કરીને પુરી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp